શું 2022માં ફિક્સ હતી ક્રિકેટ મેચો? IPL પહેલા સામે આવ્યું ચોંકાવનારું સત્ય

PC: postsen.com

રમતની દુનિયામાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી બે એવા કાળા સત્ય છે જેને ક્યારેય કોઈ ઉલટાવી ના શકે. તેને લઇને જ એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે રમત જગતને હચમચાવી નાંખ્યુ છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં કુલ 1212 ઇન્ટરનેશનલ મેચ શંકાના દાયરામાં હતી. આ સંખ્યા 2021ની સરખામણીમાં 34 ટકા વધુ હતી. 2022માં કુલ 8 લાખ 50 હજાર મેચો પર નજર રાખવામાં આવી હતી જેમાંથી 1200 કરતા વધુ સંદિગ્ધ મળી આવી હતી.

31 માર્ચથી ભારતમાં IPLનું 16મું સંસ્કરણ શરૂ થવાનું છે. વર્ષ 2013માં થયેલા કથિત સ્પોટ ફિક્સિંગ બાદથી BCCI ખૂબ જ એલર્ટ પણ છે. આ રિપોર્ટ એ સમયે સામે આવ્યો છે જ્યારે IPL શરૂ થવામાં એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બચ્યો છે. આ રિપોર્ટ સ્પોર્ટ રડાર દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે જેમા વિસ્તારથી આખી સંખ્યા જણાવવામાં આવી છે. તે અનુસાર, વર્ષ 2022માં સંદિગ્ધ મળી આવેલી 1212 મેચોમાં 12 ગેમ સામેલ છે અને 92 દેશો તેમજ પાંચ ઉપમહાદ્વીપોમાં આ મેચો રમવામાં આવી હતી. તે અંતર્ગત તમામ મોટી ટુર્નામેન્ટ શંકાના દાયરામાં આવી જાય છે. કારણ કે, વર્ષ 2022માં ફુટબોલ ફીફા વર્લ્ડ કપ પણ રમાયો હતો. મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમોનો વર્લ્ડ કપ તેમજ એશિયા કપ પણ થયો. રિપોર્ટ અનુસાર, સૌથી વધુ મેચ ફુટબોલની શંકાના દાયરમાં છે. જ્યારે, ક્રિકેટની પણ ઘણી મેચ આ લિસ્ટમાં છે.

સ્પોર્ટ રડાર ઈન્ટેગ્રિટી સર્વિસીસ તરફથી એક વિસ્તૃત રિપોર્ટ Betting, Corruption & Match Fixing ના નામથી જાહેર કરવામાં આવ્યો છે. તેના ડેટા અનુસાર, વર્ષ 2022માં કુલ 775 ફુટબોલ મેચ, 220 બાસ્કેટબોલ મેચ અને 13 ક્રિકેટ મેચ શંકાના ઘેરામાં હતી. જો એરિયા વાઇઝ વાત કરીએ તો તે અનુસાર, સૌથી વધુ મેચ યુરોપમાં 630, એશિયામાં 240 અને સાઉથ અમેરિકામાં 225 સંદિગ્ધ હતી. જો આ આંકડાની વાત કરીએ તો આ ત્રણેય ગેમ ઉપરાંત 2019 સુધી 7 અન્ય ગેમોમાં 130 સંદિગ્ધ મામલા સામે આવ્યા હતા. પરંતુ, 2022માં આ આંકડો 11 ગેમ્સમાં 437 સુધી પહોંચી ગયો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ મેચમાં કોઈ સંદિગ્ધ હરકતની જાણકારી માટે કંપની દ્વારા યુનિવર્સલ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ (UFDS) એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં ઘણા ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે જે અનુસાર, વર્ષ 2022માં કુલ 13 ક્રિકેટ મેચ શંકાના ઘેરામાં મળી આવી હતી. જો ક્રિકેટ સાથે સંકળાયેલી ઘટના યાદ કરીએ તો મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશની એક ચેનલ જમુના ટીવી દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બે બાંગ્લાદેશી ક્રિકેટર કંઈક વાત કરતી પકડાઈ હતી. તેમાંથી એકની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ ન હતી અને એક ટીમનો હિસ્સો હતી. તેનો રિપોર્ટ ICCને મોકલવામાં આવ્યો હતો. હાલ ખાસ વાત એ સામે આવી છે કે, જે પણ ક્રિકેટ મેચ શંકાના ઘેરામાં રહી તેમાથી ભારતમાં કોઈપણ મેચ રમવામાં આવી નહોતી. સ્પોર્ટ રડારે પોતાના આ રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે, IPL મેચો દરમિયાન સટ્ટેબાજી અને મેચ ફિક્સિંગ જેવા કરપ્શનની જાણકારી મેળવવા માટે 2020માં BCCI પણ ભ્રષ્ટાચાર વિરોધી ગ્રુપ સાથે ભાગીદારી કરી હતી.

સટ્ટેબાજી હાલ સામાન્ય બનતી જઈ રહી છે. જ્યારે તે હાઇલેવલ પર પહોંચે છે તો તે મેચ ફિક્સિંગનું રૂપ લઈ લે છે. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા ડેટા અનુસાર, આશરે 135 મિલિયન યુરો એટલે કે આશરે 1200 કરોડ રૂપિયાનું બેટિંગ ટર્નઓવર એટલે કે સટ્ટેબાજીની કમાણી IPLમાંથી આવે છે. જે દુનિયાભરની તમામ લીગ પ્રમાણે ચોથી સૌથી વધુ રકમ છે. તેમજ, ઓવરઓલ ગેમો પ્રમાણે ક્રિકેટમાંથી પાંચમાં નંબર પર સૌથી વધુ 37 મિલિયન યૂરો સટ્ટેબાજીનું ટર્નઓવર આવે છે.

બેટિંગ ટર્નઓવરના મામલામાં ટોપ-5 લીગ

UEFA ચેમ્પિયન્સ લીગ- 225 મિલિયન યૂરો

ઇંગ્લિશ પ્રીમિયર લીગ- 202 મિલિયન યૂરો

નેશનલ ફૂટબોલ લીગ- 138 મિલિયન યૂરો

IPL- 135 મિલિયન યૂરો

સ્પેનિશ લા લિગા- 95 મિલિયન યૂરો

આ રિપોર્ટના કંક્લૂઝનમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2023માં જે સંખ્યા આ વર્ષે 1212 છે તેમા વધારો થઈ શકે છે. એટલે કે આ વર્ષે હજુ વધુ કરપ્ટ મેચ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આર્થિક અનિશ્ચિતતાના કારણે આ સંખ્યા વધી શકે છે. આ મામલામાં યૂરોપ આ વર્ષે પણ ટોપ પર રહી શકે છે. આ ઉપરાંત, એશિયા અને સાઉથ અમેરિકા બીજા નંબર પર રહી શકે છે. તેમા એ પણ જણાવવામાં આવ્યું છે કે, જે ખેલાડી પોતાના રિટાયર્મેન્ટની નજીક છે તેમને મેચ ફિક્સિંગની લાલચ આપવામાં આવી શકે છે. આ ગેમની દુનિયા માટે મેચ ફિક્સિંગ અને ગેમમાં કરપ્શનને રોકવા માટે મોટી ચેલેન્જ સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp