માતાના સંઘર્ષને સફળ બનાવતી ભવાની દેવી, તલવારબાજીમાં રચ્યો ઇતિહાસ

PC: thebridge.in

ભારતીય મહિલા તલવારબાજ CA ભવાની દેવી ફરી લાઇમલાઇટમાં છે. ભવાની દેવીએ ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો હતો. તે ભારત તરફથી ઇલિમ્પિકમાં હિસ્સો લેનારી પહેલી તલવારબાજ બનવા સિવાય આ સ્પર્ધામાં કોઈ મેચ જીતનારી પહેલી એથલીટ પણ બની ગઈ હતી. જો કે, ત્યારબાદ તે ચર્ચાઓથી દૂર થઈ ગઈ હતી, પરંતુ ભવાની દેવીએ એશિયન તલવારબાજી ચેમ્પિયનશીપમાં પોતાના પ્રદર્શનથી ફરી સાબિત કર્યું કે, ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચવો માત્ર સંયોગ નહોતું.

ભવાની દેવીએ 19 જૂન 2023ના રોજ એટલે કે સોમવારે ચીનના બુક્સીમાં એશિયન તલવારબાજી ચેમ્પિયનશીપની મહિલા સેબર સ્પર્ધાની સેમીફાઇનલમાં હાર છતા બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. આ આ પ્રતિયોગિતામાં ભારતનું પહેલું મેડલ છે. સેમીફાઇનલમાં ભવાની દેવીને ઉજ્બેકિસ્તાનની જેનાબ ડેયિબેકોવ વિરુદ્ધની સખત સ્પર્ધામાં 14-15 થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેણે આ પ્રતિષ્ઠિત પ્રતિયોગિતામાં ભારત માટે પહેલું મેડલ સુનિશ્ચિત કર્યું છે.

એશિયન તલવારબાજી ચેમ્પિયનશીપનું આયોજન વર્ષ 1973 થી થતું આવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ભારત એક પણ મેડલ જીતી શક્યું નહોતું. તામિલનાડુની રહેવાસી ભવાની દેવીએ ક્વાર્ટર ફાઇનલમાં ગત વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી એમુરાને 15-10થી હરાવીને ઉલટફેર  કરી ઇતિહાસ રચ્યો હતો. મિસાકી વિરુદ્ધ આ ભવાની દેવીની પહેલી જીત હતી. આ અગાઉ તેમણે જાપાનની ખેલાડી વિરુદ્ધ પોતાની બધી મેચ ગુમાવી હતી. ભવાની દેવીને રાઉન્ડ ઓફ 64માં બાઈ મળી હતી.

ત્યારબાદ આગામી ચરણમાં તેણે કજાકિસ્તાનની ડોસ્પે કરીનાને હરાવી હતી. ભારતીય ખેલાડીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પણ ઉલટફેર કરતા ત્રીજી વરિષ્ઠ ઓજાકી સેરીને 15-11થી હરાવી હતી. ભવાની દેવીનું આખું નામ ચદલાવદા અનંધા સુંદરરમણ ભવાની દેવી છે, તે મિડલ ક્લાસ પુષ્ટભૂમિમાંથી આવે છે. તેના પિતા સી. સુંદરમન, પૂજારી હતા અને માતા રમાની એક ગૃહિણી છે. ટોક્યો ઇલિમ્પિક બાદ ભવાની દેવીએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા કહ્યું હતું કે, મારી માતાએ મારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે ઘરેણાં ગીરવે મૂકી દીધા હતા.

તેણે કહ્યું હતું કે, હું પ્રતિયોગિતાઓમાં હિસ્સો લઈ શકું, તેના માટે તેમણે લોકો પાસે ઉધાર લીધા છે. મને યાદ છે જ્યારે જ્યારે અમે પૈસાની વ્યવસ્થા કરી શકતા નહોતા, ત્યારે હું પ્રતિયોગિતામાં ભાગ લઈ શકી નથી. મેં વર્ષ 2019માં પિતાને ગુમાવી દીધા હતા. હું આ અવસર પર તેમને સૌથી વધુ મિસ કરી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp