હાર્દિક પંડ્યાની નારાજગી ઇકાના સ્ટેડીયમના પિચ ક્યુરેટરને ભારે પડી

PC: sportsamaze.com

લખનૌના એકાના સ્ટેડિયમની પીચ પર બીજી T-20 મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 99 રન બનાવ્યા હતા. 100 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પણ પરસેવો વળી ગયો હતો. મેચ બાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પીચની ટીકા કરી હતી અને તેને સદમો આપનારી ગણાવી હતી. હવે એકના સ્ટેડિયમના પીચ ક્યુરેટર પર કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે. સિરીઝની બીજી 29 જાન્યુઆરી, રવિવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ચાહકો અને બંને ટીમો માટે ખૂબ જ નિરાશાજનક હતી. આ મેચથી માત્ર બોલરો જ ખુશ હતા.

આ T20 મેચમાં બંને ટીમ 100-100 રનની નજીક પહોંચી શકી હતી. સૌથી મોટી વાત એ છે કે આ પીચ પર બંને ટીમ એક સિક્સર પણ મારી શકી નહોતી.આ મેદાન પર રમતા ન્યૂઝીલેન્ડની ટીમે 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમને પણ પરસેવો વળી ગયો હતો અને ભારે મુશ્કેલીથી છેલ્લી ઓવરમાં જઈને 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ આ પીચને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મેચ બાદ પંડ્યાએ કહ્યું હતું કે, સાચું કહું તો આ એક વિકેટ ચોંકાવનારી હતી. મને મુશ્કેલ વિકેટો સામે વાંધો નથી, હું તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું, પરંતુ આ બંને વિકેટ T-20 માટેની નહોતી.કદાચ, એટલે જ એકાના સ્ટેડીયમના મેનેજમેન્ટે પીચ ક્યૂરેટરને હટાવી દીધો છે.

આ પ્રકારની પીચ ભારતમાં કોઈ પણ T20 મેચમાં ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં બેટ્સમેન દરેક રન માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચે પણ એક રેકોર્ડ બનાવ્યો હતો, આ મેચમાં 239 બોલ ફેંકવામાં આવ્યા હતા અને એક પણ સિક્સર ફટકારી શકાય નહોતી. કોઈપણ T-20 મેચમાં આ પાંચમો મોટો પ્રસંગ હતો જ્યારે આવું બન્યું હતું. આ દરમિયાન મેચમાં 16 બેટ્સમેનોએ બેટિંગ કરી, જેમણે માત્ર 183 રન બનાવ્યા. આખી મેચમાં માત્ર 14 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ પણ પીચની આકરી ટીકા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પિચ ક્યુરેટરે એકાના સ્ટેડિયમમાં કાળી માટીની બે પીચો તૈયાર કરી હતી. પરંતુ મેચના થોડા દિવસ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને લાલ માટીની પીચ બનાવવા માટે કહ્યું હતું. આવી સ્થિતિમાં સમય ઘણો ઓછો હતો. આ હોવા છતાં, પિચ ક્યુરેટરે ઉતાવળમાં લાલ માટીની પીચ તૈયાર કરી. પરંતુ આ પીચ યોગ્ય ધોરણ પ્રમાણે બની શકી નથી.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp