
બિગ બેશ લીગ (BBL) 2024-25 સીઝનથી ઘટાડીને 43 મેચ કરી દેવામાં આવશે, જે હાલની મેચોની સંખ્યાથી 18 ઓછી છે. આ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) તરફથી ફોક્સટેલ ગ્રુપ અને સેવન વેસ્ટ મીડિયા સાથે કરવામાં આવેલા 6 વર્ષના નવા ઘરેલુ પ્રસારની ડીલનો હિસ્સો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, ખેલાડીઓની ઉપલબ્ધતામાં વૃદ્ધિ, પ્રાઇમ ટાઇમ મેચોની વધુ સંખ્યા અને કુલ રજાઓ સાથે મજબૂત ગઠબંધનને મંજૂરી આપવા માટે નવી ડીલમાં બિગ બેશ લીગ મેચો ઓછી કરવામાં આવી છે.
બિગ બેશ લીગ છેલ્લી વખત વર્ષ 2017-18 સીઝનમાં 43 મેચ (લીગ બાદ 3 મેચ સહિત) ફોર્મેટ માટે રમાઇ હતી. ત્યારબાદ બિગ બેશ લીગમાં 61 મેચો થવા લાગી હતી, તેમાં પાંચ મેચોની ફાઇનલ સીરિઝ પણ સામેલ છે. ટૂર્નામેન્ટ મેચોની મોટી સંખ્યાને લઇને ખૂબ નિંદા કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટ લાંબુ હોવાના કારણે નેશનલ ટીમનું પ્રતિનિધિત્વ કરનારા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ઘરેલુ T20 લીગમાં કદાચ જ ક્યારેક રમી શક્યા હતા.
Expect to see a new look to the Big Bash League from 2024 onwards, with an exciting new broadcast deal today confirmed by @CricketAus! 📺 pic.twitter.com/bi4OJCXaNm
— KFC Big Bash League (@BBL) January 2, 2023
બિગ બેશ લીગમાં હાલની સીઝનમાં ડેવિડ વોર્નર (સિડની થંડર) અને સ્ટીવ સ્મિથ (સિડની સિક્સર્સ) બંને નવા વર્ષની ટેસ્ટ પૂરી થયા બાદ નજરે પડશે. જો કે, દક્ષિણ આફ્રિકા 20 (SA20) અને ILT20 શરૂ થવાના કારણે ઘણા વિદેશી દિગ્ગજ ખેલાડી તેમાં રમી નહીં શકે. અહીં કંઇક એવું છે જેનાથી લીગને ભવિષ્યની સીઝનમાં બદલાવથી બચવાની આશા છે. સેવન અને ફોક્સટેલે હાલની 6 વર્ષની ડીલ માટે વર્ષ 2018માં 1.18 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની ચૂકવણી કરી હતી.
View this post on Instagram
તેનાથી 40 કરતા વધુ વર્ષોથી ચાલતા આવતા નાઇન નેટવર્ક્સના અધિકાર છીનવાઇ ગયા હતા. જો કે, સેવન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 2022થી કન્ટેન્ટને લઇને અરસપરસ ખટાશ ચાલી રહી હતી. સેવને મંગળવારે 3 જાન્યુઆરી 2023ના રોજ કહ્યું કે, નવી ડીલ હેઠળ દર વર્ષે 65 લાખ ઓસ્ટ્રેલિયન ડૉલરની ચૂકવણી કરશે, તે વર્તમાનથી 13 ટકા ઓછા છે. તેનાથી સેવન ઉત્પાદન ખર્ચમાં 50 લાખ ઓસ્ટ્રેલિયન ડૉલરથી વધારાની બચત કરશે.
A seven-year $1.512 billion deal for Australian Cricket pic.twitter.com/6lyuAAITEk
— cricket.com.au (@cricketcomau) January 2, 2023
હવે સવાલ એ છે કે નવી ડીલ બાદ શું સેવન પર દેખાશે? તો તેના પર મેન્સ ટેસ્ટ મેચ, મહિલા ટીમની બધી ઇન્ટરનેશનલ મેચો સિવાય ઓછામાં ઓછી મહિલા બિગ બેશ લીગની 23 મેચ અને 43માંથી 33 બિગ બેશ લીગમાં મેચ જોવા મળશે. સેવન પર જ બિગ બેશ લીગની 3 ફાઇનલ મેચોનું આયોજન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp