ભારતના સૌથી મોટા 'દુશ્મન'ને મોટો ફટકો, ICC ટ્રોફીની રેસમાંથી બહાર

PC: sportsganga.com

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં ઘણી ટીમો અકબંધ છે. ભારત હાલમાં આ ટેબલમાં બીજા નંબર પર છે પરંતુ તેનો એક મોટો દુશ્મન ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ ગયુ છે. આ જાણકારી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા ટેબલમાં સતત ટોપ પર છે.

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ ટીમને નવા વર્ષની શરૂઆતમાં જ એક મોટો ઝટકો લાગ્યો છે. ICCએ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તેની માહિતી શેર કરી છે. પાકિસ્તાનની ટીમ હાલમાં તેની યજમાનીમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે, જેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ પહેલા તેને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની હોમ ટેસ્ટ સીરિઝમાં 0-3થી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો.

રવિવારે ICC એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કર્યું. આમાં કાઉન્સિલે કહ્યું છે કે પાકિસ્તાન ટીમ માટે WTC ફાઇનલમાં પહોંચવું અશક્ય છે. આ ટ્વીટથી એક આર્ટિકલ શેર કરવામાં આવ્યો છે. આર્ટિકલમાં તમામ ટીમોની વર્તમાન સ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ છેલ્લા દિવસે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે પાકિસ્તાનનું WTC ફાઈનલમાં રમવાનું સપનું પણ ટૂટી ગયું.

ભારત અત્યારે WTC ટેબલમાં બીજા નંબર પર છે. તેણે બાંગ્લાદેશને તાજેતરમાં બે મેચની ટેસ્ટ સીરિઝમાં 2-0થી હરાવ્યું હતું. હવે તેને ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા ટોપ પર છે જે હાલમાં દક્ષિણ આફ્રિકાથી પોતાની યજમાનીમાં ટેસ્ટ સીરિઝ રમી રહ્યું છે. ત્રીજા નંબર પર શ્રીલંકા જ્યારે દક્ષિણ આફ્રિકા ચોથા નંબર પર છે. પાકિસ્તાન ટીમ ટેબલમાં 7મા સ્થાને છે, જેણે છેલ્લી 13 માંથી માત્ર 4 જ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp