26th January selfie contest

ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી IPL અને WTC ફાઈનલમાંથી બહાર થઈ શકે છે

PC: twitter.com

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર લગભગ 5 મહિના સુધી ટીમની બહાર છે. અહીં તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અમદાવાદ ટેસ્ટ દરમિયાન શ્રેયસે પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

હવે મેડિકલ ટીમે શ્રેયસને સર્જરીની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રેયસ હાલ મુંબઈમાં ડોક્ટરોની દેખરેખમાં છે. ત્રીજા ચેકઅપ બાદ ડૉક્ટરોએ શ્રેયસને સર્જરીની સલાહ આપી હતી. મતલબ કે હવે શ્રેયસ લગભગ 5 મહિના સુધી રમતમાંથી બહાર રહેશે.

આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝનમાંથી બહાર થઈ જશે. ઉપરાંત, શ્રેયસ 7 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ એક મોટો ઝટકો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યર લંડનમાં તેની સર્જરી કરાવવા માંગે છે. જ્યારે ઓપરેશન માટેનું સ્થળ કે હોસ્પિટલ હજુ સુધી BCCI દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી. ભારતમાં પણ તેની સર્જરી થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, શ્રેયસે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં બેટિંગ કરી ન હતી. અમદાવાદ ટેસ્ટમાં સતત બે દિવસ ફિલ્ડિંગ કર્યા બાદ શ્રેયસે તેની પીઠના નીચેના ભાગમાં સોજાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તેણે એક ઓવર પણ નાખી હતી.

તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન પણ 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. શ્રેયસ અય્યર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં આ ટીમ માટે પણ ટેન્શનનો વિષય છે. હવે KKRને નવો કેપ્ટન શોધવો પડશે.

મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરની આ ઈજા વારંવાર સામે આવી રહી છે. અગાઉ, ડિસેમ્બર 2022ના બાંગ્લાદેશ પ્રવાસ પર, શ્રેયસને આવી જ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. ત્યાર બાદ તેને ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યરે IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી હતી. જો તે નહીં રમે તો IPLમાં તેની જગ્યા કોણ લેશે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ, KKR અત્યાર સુધીમાં કુલ 14 મેચ રમી છે. જેમાંથી KKR માત્ર 6 મેચ જીતવામાં સફળ રહી છે અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે.

શ્રેયસ ઐય્યરે અત્યાર સુધી 101 IPL મેચ રમી છે જેમાં તેણે 2776 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં માત્ર શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ જ નહીં પરંતુ તેની બેટિંગની પણ ખૂબ ખોટ અનુભવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ સાઉથી, નીતિશ રાણા અને સુનીલ નારાયણમાંથી કોઈ એક ખેલાડી કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બનતો જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp