ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી આ ખેલાડી બહાર

PC: timesofindia.indiatimes.com

ઇન્ડિયન પ્રીમયર લીગ(IPL) 2023ની વચ્ચે ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહી ચૂકેલો એક ખેલાડી IPLની બાકીની મેચોમાંથી બહાર થઇ ગયો છે અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર થઇ ગયો છે.

તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કે એલ રાહુલને ગંભીર ઇજા થઇ હતી, જેને કારણે રાહુલ હવે પછીની IPLની મેચો રમી શકશે નહીં અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહીં હશે. ન્યૂઝ એજન્સી PTIના એક અહેવાલ મુજબ જયદેવ ઉનડકટને પણ ખભાની ઇજા થવાને કારણે IPLમાંથી બહાર થઇ ગયો છે.

1લીને સોમવારે લખનૌ સુપર જાયન્ટસ અને RCB વચ્ચની મેચમાં જ્યારે RCBના કાફ ડુ પ્લેસીસે માર્ક્સ સ્ટોઇનિસની બોલ પર કવર ડ્રાઇવ મારી હતી ત્યારે તેને રોકવા જતી વખતે કે એલ રાહુલને જમણી જાંઘમાં ઇજા પહોંચી હતી. આમ છતા કે એલ રાહુલ આ મેચ  છેલ્લે છેલ્લે રમવા ઉતર્યો હતો. રાહુલની ઇજા વધુ ગંભીર હોવાને કારણે લંડનમાં 7થી 11 જૂન વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં રમી શકે તેવી હાલત નથી. BCCIની સ્પોર્ટસ, સાયન્સ અને મેડિકલ ટીમ માટે કે એલ રાહુલને તૈયાર કરવો ખાસ્સો મુશ્કેલ રહેશે.

BCCIના એક અધિકારીઓ નામ નહીં આપવાની શરતે ન્યૂઝ એજન્સી PTIને કહ્યું છે કે, કે એલ રાહુલ લખનૌમાં ટીમની સાથે છે, બુધવારે ચેન્નઇ સુપર કિંગ્સ સાથેની મેચ જોયા પછી રાહુલ ગુરુવારે મુંબઇ જશે. BCCIની ટીમ કે એલ રાહુલને સ્કેન કરશે. સાથે સાથે જયદેવ ઉનડકટની ઇજા વિશે પણ તપાસ થશે.

BCCIના સૂત્રએ એ વાતની પણ પુષ્ટિ કરી કે અત્યાર સુધી કોઈ સ્કેન કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, જ્યારે કોઈને આવી ઈજા થાય છે, ત્યારે તે વિસ્તારમાં અને તેની આસપાસ ખૂબ દુખાવો અને સોજો આવે છે. સોજો શાંત થવામાં લગભગ 24 થી 48 કલાકનો સમય લાગે છે અને તે પછી જ તમે સ્કેન કરી શકો છો.

સૂત્રએ આગળ કહ્યું કે કે એલ રાહુલ ટેસ્ટ ટીમનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, એટલા માટે તે IPLથી દુર રહે તે જ સમજદારીભર્યું પગલું હશે. એક વખત સ્કેન થઇ જાય પછી ઇજાની ગંભીરતા વિશે ખ્યાલ આવશે.

સૂત્રએ કહ્યુ કે, જયદેવ ઉનડકટને ઇજા થઇ છે, પરંતુ એ સારું છ કે તેના ખભા ડિસલોકેટ નથી થયા. પરંતુ તેના ખભાની સ્થિતિ સારી નથી. તે હવે IPL રમી શકશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સુધીમાં ઉનડકટ સાજો થશે કે કેમ તે કહેવું અત્યારે મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp