આર.પી. સિંહે ઉમરાન મલિકની સૌથી મોટી નબળાઈ બાબતે જણાવ્યું

PC: timesofindia.indiatimes.com

ભારતીય ટીમના પર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહે યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. આર.પી. સિંહે જણાવ્યું કે, ઉમરાન મલિક કેમ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એટલું વધારે પ્રભાવિત કરી શક્યો નથી. તેની પાછળ આર.પી. સિંહે મોટું કારણ બતાવ્યું છે. તેણે કહ્યું કે, ઉમરાન મલિક પાસે પેસ તો છે, પરંતુ તેની પાસે એ સ્કિલ નથી. ઉમરાન મલિકને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝની પહેલી બંને જ મેચોમાં રમાડવામાં આવ્યો હતો.

પહેલી મેચમાં તેને માત્ર 3 જ ઓવરમાં બોલિંગ કરવાનો ચાંસ મળ્યો હતો. જેમાં તેણે 17 રન આપ્યા હતા. ત્યારબાદ બીજી મેચમાં તેને માત્ર 3 જ ઓવર બોલિંગનો ચાંસ મળ્યો હતો. 27 રન આપી દીધા. અત્યાર સુધી ઇન્ટરનેશનલ મેચમાં ઉમરાન મલિકનું પ્રદર્શન એવું રહ્યું નથી, જેટલી તેની પાસે આશા રાખવામાં આવી રહી છે. આર.પી. સિંહે તેને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે.

એક રિપોર્ટ મુજબ તેણે કહ્યું કે, ‘હું અત્યારે પણ એ જ કહીશ કે ઉમરાન મલિકનું સૌથી મોટું એડવાન્ટેજ તેની પેસ છે, પરંતુ સ્કિલ તેનો પ્રોબ્લેમ છે. બોલિંગમાં એટલું વધારે મૂવમેન્ટ નથી અને જે હિસાબથી તે પોતાની ગેમની પ્લાનિંગ કરે છે, તેમાં સુધાર થવો જોઈએ. એ સિવાય તમારે બેટ્સમેનોને સેટ કરવા પડશે, જેટલું જલદી ઉમરાન મલિકે શીખવું જોઈતું હતું. તે એટલી જલદી ન શીખ્યો. તેણે સતત રન ખર્ચ કર્યા છે અને એ એક મોટો ચિંતાનો વિષય છે.

એટલે ભારતીય ટીમને ખબર હોવી જોઈએ કે ઉમરાન મલિકને ક્યારે અને ક્યાં યુઝ કરવાનો છે. આરપી સિંહે આગળ કહ્યું કે, ઉમરાન મલિક અત્યારે વર્લ્ડ કપ લૂપમાં બન્યો રહેશે. તમે કોઈ ખેલાડીને માત્ર એક મેચ રમાડીને ડેવલપ નહીં કરી શકો. તેના માટે તેને સતત અવસર આપવો પડશે. જો મેનેજમેન્ટને લાગે છે કે ઉમરાન મલિક ફ્યૂચર છે તો પછી તેના પર ભરોસો વ્યક્ત કરવો જોઈએ અને તેને પૉલીસ કરવો જોઈએ.

આર.પી. સિંહે Jio સિનેમા દ્વારા આયોજિત વાતચીત દરમિયાન કહ્યું કે, સૂર્યકુમારે અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં પોતાની છાપ છોડી નથી, પરંતુ જે પ્રકારે તે બેટિંગ કરી રહ્યો છે અને જે પ્રકારનો બેટ્સમેન છે, તે નંબર 4 કે પાંચ માટે એક સારો વિકલ્પ હોય શકે છે. પ્રમુખ ટૂર્નામેન્ટથી અગાઉ તમારી પાસે હંમેશાં વિકલ્પ હોવો જોઈએ. T20 ક્રિકેટમાં તેના હાલના ફોર્મ ખૂબ સારું રહ્યું છે, વન-ડે ફોર્મેટ અલગ છે કેમ કે તમારી પાસે (સામનો કરવા માટે) વધુ સંખ્યામાં બૉલ હોય છે. આ કારણે તેણે પોતાની યોજનામાં બદલાવ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp