દિનેશ કાર્તિકે આ 2 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ટેસ્ટ સીરિઝ માટે બતાવ્યા જોખમી

PC: twitter.com/DineshKarthik

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની રાહ દરેક ક્રિકેટ પ્રેમી જોઇ રહ્યો છે જે હવે પૂરી થઇ ગઇ છે. પહેલી ટેસ્ટ મેચ નાગપુરના મેદાનમાં 9 ફેબ્રુઆરી એટલે કે આજથી રમાઇ રહી છે. ભારતીય ટીમના ઉપકેપ્ટન કે.એલ. રાહુલે આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમની તૈયારીઓ પર પ્રકાશ નાખ્યો છે, તો ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે ભારતીય પરિસ્થિતિઓને પડકાર માની છે. આ બધાથી વિરુદ્ધ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન અને કમેન્ટ્રી કરી રહેલા દિનેશ કાર્તિકે ટ્વીટરના માધ્યમથી ટેસ્ટ સીરિઝ માટે બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને સૌથી મોટા જોખમી બતાવ્યા છે.

દિનેશ કાર્તિકે ટ્વીટર પર #AskDK સેશન દ્વારા લોકોના સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં એક દર્શકે તેને ટેસ્ટ સીરિઝને લઇને મોટો સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે, આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત માટે સૌથી મોટા જોખમકારક કોણ હશે? આ મહત્ત્વના સવાલ પર દિનેશ કાર્તિકે પોતાના જવાબમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને સ્પિન બોલર નાથાન લાયનનું નામ લીધું હતું. તેના આ જવાબ પર ક્રિકેટ પ્રેમીઓએ પણ પોતાના મંતવ્યો રાખ્યા અને તેના જવાબ પર સહમતી પણ દર્શાવી હતી.

નાગપુર ટેસ્ટ મેચના બે દિવસ અગાઉ ભારતીય ટીમના ઉપકેપ્ટન કે.એલ. રાહુલે મીડિયા સાથે વાતચીત કરતા આગામી ટેસ્ટ સીરિઝ માટે ચાલી રહેલી તૈયારીઓને લઇને ઘણી મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન કે.એલ. રાહુલે પહેલી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર તેને પોતાનું મૌન તોડ્યું હતું. કે.એલ. રાહુલે કહ્યું હતું કે, અત્યાર સુધી ટીમે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી નથી કેમ કે ઘણી જગ્યા એવી છે જેના પર વિચાર કરવાના બાકી છે. સાથે જ 3 સ્પિનર્સ સાથે ભારતીય ટીમ મેદાન પર ઉતરી શકે છે. એ સિવાય દિનેશ કાર્તિકે પહેલી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવન ટીમ પણ પસંદ કરી છે.

પહેલી ટેસ્ટ માટે દિનેશ કાર્તિક દ્વારા પસંદ કરાયેલી પ્લેઇંગ XI:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન) , ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), પીટર હેન્ડ્સકોમ્બ, માર્નસ લાબુશેન, નાથન લાયન, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp