ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમના સપોર્ટમાં ઉતર્યું બોલિવુડ, જુઓ શું લખ્યું

PC: ndtv.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જો કે, ભારતીય ટીમ વર્લ્ડ કપની ટ્રોફી જીતતા ચૂકી ગઈ અને ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ. વર્લ્ડ કપમાં હાર બાદ ભારતીય ટીમ ખૂબ તૂટેલી નજરે પડી. એવામાં દીપિકા પાદુકોણથી લઈને વિક્કી કૌશલ સુધીના બોલિવુડના તમામ સેલિબ્રિટીઓ ભારતીય ટીમની હિંમત બન્યા છે. આ સ્ટારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમનું મનોબળ વધાર્યું છે.

ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલ જીતી ન શકી, પરંતુ ભારતીય ટીમે આખા ટૂર્નામેન્ટમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. ભારતીય ટીમ માટે પોતાનો સપોર્ટ દેખાડતા B ટાઉન એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગાની તસવીર શેર કરી છે. તો રણવીર સિંહે લખ્યું કે, ભારતીય ટીમની હારથી દરેક દુઃખી છે, પરંતુ તેનું પ્રદર્શન પ્રશંસનીય છે. ક્યારેક હાઇ, ક્યારેક લો, કેટલાક સારા દિવસ, કેટલાક ખરાબ દિવસ, કેટલીક જીત, કેટલીક હાર. આ રમત છે. એ જ જીવન છે. આપણે નિરાશ છીએ, પરંતુ આવો પોતાના બોય્જના વખાણ કરીએ જેમણે પોતાનું બધુ આપ્યું.

આ દરમિયાન વિક્કી કૌશલે પણ ભારતીય ટીમના વખાણ કર્યા અને લખ્યું કે, એ સૌથી સારી ટીમ છે. અત્યારે પણ ત્યાં બેસ્ટ ટીમ છે. આ CWCમાં ભારતીય ટીમ દ્વારા દેખાડવામાં આવેલી સ્કિલ અને કેરેક્ટર, ગ્રીટ એન્ડ ગ્રેસ પ્રશંસપાત્ર રહ્યા છે. તમારા પર હંમેશાં ગર્વ રહેશે! ભારત.. ભારત..!!’ તો ઈશા દેઓલે પણ પોતાની ઇન્સ્ટ સ્ટોરી પર લખ્યું કે, ‘પછી જે પણ હોય.. અમને તમારા પર ગર્વ છે! સારું રમી ભારતીય ટીમ!’ સાઉથ ઇન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સે પણ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમની હિંમત વધારવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

વરુણ તેજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું ‘આખા ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ વર્ક અને કૌશલનું શાનદાર પ્રદર્શન, એ માત્ર આપણી રાત નહીં! તમે અમારું દિલ જીતી લીધું છે અને અમે હંમેશાં તમારી સાથે છીએ!!! છઠ્ઠી વખત CWC વિજેતા બનવા પર ઓસ્ટ્રેલિયાને શુભેચ્છા! #Blueforever.

વરુણ તેજની નવી દુલ્હન લાવણ્યાએ પણ ભારતની હાર પર ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ શેર કરી, તેણે લખ્યું કે, ‘આ ફેક્ટ છતા આપણે ખૂબ આંસુ વહાવ્યા, જાણા લો કે આપણને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે આ ટીમ એટલે શું અને કેવી રીતે હાંસલ કર્યું છે.

જાણી લો કે ટીમમાં એક પણ ખેલાડી એવો નથી જે એવું ઈચ્છતો હોય અને કોઈ પણ ક્યાંય પણ બીજી જગ્યા પર રહેવાનું પસંદ કરતો નથી એટલા મોટા મંચ પર એકલા જ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp