ક્રિક્રેટ ઇતિહાસની અજીબ ઘટના,ODIમાં બોલરે 11 ઓવર નાંખી દીધી, અમ્પાયરને ખબર ન પડી

PC: zeenews.india.com

ક્રિક્રેટના ઇતિહાસની એક અજીબ ઘટના સામે આવી છે જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. વન-ડે ક્રિક્રેટમાં એક બોલરે 11 ઓવર નાંખી દીધી હતી અને કોઇને ખબર જ નપડી.

શ્રીલંકા મહિલા ક્રિક્રેટ ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિક્રેટ ટીમ વચ્ચ 3 દિવસની વન-ડે મેચોની સીરિઝ રમાઇ રહી છે. પહેલી વન-ડે શ્રીલંકાએ જીતી લીધી છે. તો બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડ બાજી મારી ગયું છે. પરંતુ બીજી વન-ડેમાં ક્રિક્રેટના ઇતિહાસની અજીબોગરીબ ઘટના બની છે. બીજીવન-ડેમાં અમ્પાયરે મોટી ભૂલ કરી નાંખી. ન્યૂઝીલેન્ડની એક બોલરે આ મેચમાં 10થી વધારે ઓવર નાંખી દીધી અને અમ્પાયરને કે ટીમ કોઇને ખબર જ ન પડી.

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇને ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે 7 વિકેટના નુકશાને 329 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ખેલાડી અમેલિયા કેરએ સેન્ચુરી ફટકારીને 108 રન બનાવ્યા હતા. અમેલિયા અને કેપ્ટન સોફી વચ્ચે 137 રનની ભાગીદારી થઇ હતી.બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 229 રનની ભાગીદારી મહિલા વનડે ક્રિકેટમાં ત્રીજી વિકેટ માટેની શ્રેષ્ઠ ભાગીદારી છે. આ બે બેટ્સમેનોના કારણે ન્યુઝીલેન્ડની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.

ક્રિક્રેટનો નિયમ એવો છે કે વન-ડે ફોર્મેટમાં ટીમ કોઇ પણ બોલર પાસે વધારેમાં વધારે 10 ઓવર નંખાવી શકે. પરંતુ ન્યૂઝીલેન્ડની બોલર એડેન કારસને 11 ઓવર નાંખી દીધી હતી. એડેને 11 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે વખતે મેદાન પર અમ્પાયર તરીકે વૈનસિયા ડિ સિલ્વા હતી. પરંતુ અમ્પાયરથી મોટી ભૂલ થઇ ગઇ હતી. તેમને ખબર જ ન પડી કે 1 ઓવર વધારાની નંખાઇ ગઇ. મેદાન પર શાંથા ફોસિકા પણ  અમ્પાયર તરીકે હતી.

ન્યૂઝીલેન્ડના મોટાટાર્ગેટ સામે શ્રીલંકાની શરૂઆત સારી નહોતી રહી. શ્રીલંકાની ખેલાડી હર્ષિતા સમરવિક્રમા જલ્દી આઉટ થઇ ગઇ હતી. હર્ષિતા માત્ર 9 રન બનાવી શકી હતી. એ પછી ચમારી અટ્ટાપટ્ટુ ખાતું ખોલાવ્યા વગર ઝીરોમાં આઉટ થઇને પેવેલિયન પાછી ફરી.શ્રીલંકા ટીમની કોઇ પણ બેસ્ટમેન સારું પ્રદર્શન કરી શકી નહીં. શ્રીલંકા તરફથી સૌથી વધારે રન કવિશા દિલારીએ બનાવ્યા હતા. કવિશાએ 84 રનની ઇનિંગ રમી હતી અને  અનુષ્કા સંજીવનીએ 17 રન માર્યા હતા. બેસ્ટમેનોના ખરાબ પ્રદર્શને કારણે શ્રીલંકાની ટીમ 116 રને હારી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp