અર્જુન બનશે 'સ્પીડનો બાદશાહ', આટલી ઝડપે બોલ ફેંકીને સર્જશે રેકોર્ડઃ બ્રેટ લી

PC: twitter.com

અર્જુન તેંડુલકરે આખરે IPLમાં ડેબ્યુ કર્યું. અર્જુને પ્રથમ 2 મેચમાં શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ ત્રીજી મેચમાં અર્જુને ફેંકેલી ઓવરમાં 31 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી અર્જુને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વાપસી કરી અને રિદ્ધિમાન સાહાને 2 ઓવરમાં 9 રન આપીને આઉટ કર્યો. આટલું જ નહીં અર્જુને બેટિંગ કરતા 9 બોલમાં 13 રન પણ બનાવ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારથી અર્જુને IPLમાં ડેબ્યૂ કર્યું છે, ત્યારથી તેની બોલિંગની ટીકા થઈ રહી છે. ખરેખર, અર્જુનની બોલિંગ 130 થી 135 કિમી પ્રતિ કલાકની સ્પીડ લે છે. આ અંગે લોકોએ ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો માને છે કે, અર્જુન પાસે તેટલી ગતિ નથી કે જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધારે ચાલી શકે.

આવી સ્થિતિમાં હવે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રેટ લીએ સચિન તેંડુલકરના પુત્ર અર્જુનનો બચાવ કર્યો છે. બ્રેટ લીએ Jio TVના કાર્યક્રમમાં અર્જુન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અર્જુન વિશે બ્રેટ લીએ કહ્યું, 'જ્યારે અર્જુનને હૈદરાબાદ સામે છેલ્લી ઓવર આપવામાં આવી હતી અને તેણે 20 રન બચાવીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બોલિંગ કરી. જે તેમના માટે ઘણું સારું છે. તે સતત શીખતો રહે છે. જોકે, તે પછીની મેચમાં તેની બોલિંગમાં વધારે રન બન્યા હતા. પરંતુ T-20 ક્રિકેટમાં બોલરો સાથે આવું થાય છે. મેં હંમેશા કહ્યું છે કે, આ ફોર્મેટમાં બોલરો સાથે આવું થતું રહે છે. તે મારી સાથે પણ ઘણી વખત બન્યું હતું.'

આ સિવાય બ્રેટ લીએ અર્જુનની બોલિંગ સ્પીડને લઈને ઉઠતા સવાલ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, 'તમે જુઓ, સંદીપ શર્મા 120 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. અર્જુનની સ્પીડ તેના કરતા ઘણી સારી છે. તે શીખી રહ્યો છે, તે હજુ માત્ર 23 વર્ષનો જ છે. મને ખાતરી છે કે આગળ જતાં તે 140kmphની ઝડપે બોલિંગ કરશે.'

બ્રેટ લીએ પોતાની વાતમાં એ પણ કહ્યું કે, 'તેના પિતા સાથે પણ આવું જ થયું હતું. તેમની પણ ઘણી ટીકા થતી હતી. પરંતુ મને લાગે છે કે અર્જુન પાસે ક્ષમતા છે, સમય જતાં તે 140 Km પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp