મુંબઈ ઇન્ડિયન્સે મને નથી બનાવ્યો, જાણો બુમરાહે શા માટે કહ્યું આવુ

PC: dnaindia.com

IPL 2023 માં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત હોવાના કારણે નથી રમી રહ્યો. મુંબઈ ઇન્ડિયન્સને તેની કમી વર્તાઈ રહી છે. કારણ કે, આ સિઝનમાં ટીમની સૌથી કમજોર કડી બોલિંગ જ બનતી જઈ રહી છે. બુમરાહ છેલ્લાં કેટલાક વર્ષોથી મુંબઈનો નંબર વન બોલર રહ્યો છે. બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ઘણા અવસરો પર ટીમને હારેલી મેચમાં વાપસી કરાવી જીત અપાવી. પોતાની સારી બોલિંગના કારણે જ તે ટીમ ઇન્ડિયાનો પણ પ્રમુખ બોલર બની ગયો.

જોકે, ઇજાગ્રસ્ત હોવાના કારણે તે છેલ્લાં એક વર્ષમાં ખૂબ જ ઓછું ક્રિકેટ રમી શક્યો. તેમજ આશા કરવામાં આવી રહી છે કે, તે આ વર્ષે ભારતમાં રમાનારા વનડે વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ જશે પરંતુ, તે પહેલા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમા તે કહી રહ્યો છે કે, કઈ રીતે તેને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મળી છે. આ વીડિયો યુવરાજ સિંહ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટનો છે.

બુમરાહે આ વીડિયોમાં કહ્યું, લોકોને એવુ લાગે છે, ઘણા લોકો મને બોલે છે કે હું ટીમ ઇન્ડિયામાં IPL માંથી આવ્યો છું પરંતુ, આ વાત ખોટી છે. હું 2013માં IPL માં આવ્યો છું. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી મને IPL માં ક્યારેક બે, ક્યારેક ચાર અને 10 મેચોમાં રમવાની તક મળી. હું IPL માં સતત રમી રહ્યો નહોતો, તો તેના આધારે હું કઈ રીતે ટીમ ઇન્ડિયામાં આવી ગયો. મેં વિજય હજારેમાં પરફોર્મ કર્યું, રણજી ટ્રોફીમાં વિકેટ લીધી. ત્યારબાદ મને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી છે. 2016માં ટીમ ઇન્ડિયામાં આવ્યા બાદ મને સતત IPL માં રમવાની તક મળી છે. પછી હું કઈ રીતે માની લઉં. બેઝ તો તમારો રણજી ટ્રોફી અને ઘરેલૂં ટુર્નામેન્ટ્સ જ છે.

જસપ્રીત બુમરાહે પોતાની ધારદાર યોર્કરથી મુંબઈ ઇન્ડિયન્સને કંઈ કેટલીય મેચોમાં જીત અપાવી. તે આ ટીમ માટે અત્યારસુધી કુલ 120 મેચ રમી ચુક્યો છે જેમા તેણે 145 વિકેટ લીધી. IPL માં તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો તે 10 રન આપીને 5 વિકેટનો રહ્યો છે. જોકે, IPL ની 16મી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ તેને અને તેની બોલિંગને મિસ કરી રહી છે.

બુમરાહ પોતાની શાનદાર બોલિંગથી ટીમ ઇન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં પોતાનું ડેબ્યૂ કરી ચુક્યો છે. બુમરાહ ભારત માટે અત્યારસુધી કુલ 30 ટેસ્ટ, 72 વનડે અને 60 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે કુલ 128 વિકેટ છે. તેમજ વનડેમાં તેણે 121 સફળતા મેળવી છે જ્યારે T20 ઇન્ટરનેશનલમાં તેના ખાતામાં 70 વિકેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp