ખેલાડીએ હવામાં ઉછળીને બોલને કેચ કર્યો, જુઓ વીડિયો

બિગ બેશ લીગમાં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. આ પ્રકરણમાં, સિડની થંડર અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે શુક્રવારે (13 જાન્યુઆરી)ના રોજ મેચ રમાઈ હતી, જ્યાં પર્થની ટીમ નવ વિકેટે જીતી હતી. સિડનીમાં રમાયેલી આ મેચમાં પર્થની જીતનો હીરો કેમરોન બૅનક્રોફ્ટ હતો, જેણે અણનમ અડધી સદી ફટકારી હતી. બેનક્રોફ્ટે અડધી સદીની ઇનિંગ રમવા ઉપરાંત એક એવો કેચ પકડ્યો હતો જેના વખાણ બધા કરી રહ્યા છે.
બેન્ક્રોફ્ટે નાથન મેકએન્ડ્રુનો આ કેચ લીધો હતો. સિડનીની ઇનિંગ્સની 19મી ઓવરમાં એન્ડ્રુ ટાયના ચોથા બોલ પર મેકએન્ડ્ર્યુએ ડીપ મિડવિકેટ તરફ પુલ શોટ માર્યો હતો. ત્યારે એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી જશે. પરંતુ બૅનક્રોફ્ટનો ઈરાદો કઈ અલગ જ હતો. બેનક્રોફ્ટ પહેલા લોંગ-ઓનથી તેની જમણી તરફ દોડ્યો અને હવામાં ચિત્તાની જેમ ડાઇવિંગ કરીને બંને હાથે કેચ પકડ્યો. નાથન મેકએન્ડ્રુ પણ કેચ આઉટ થતાં આશ્ચર્યચકિત જોવા મળ્યો હતો.
બેન્ક્રોફ્ટે આ કેચ વિશે ફોક્સ ક્રિકેટને કહ્યું, 'મારે તે કેચ માટે મારી જેટલી શક્તિ હતી તે બધી જ વાપરવી પડી અને નસીબજોગે તે અટકી ગયો. હું બાઉન્ડરી લાઈનથી થોડો દૂર હતો, તેથી કેચ લેતી વખતે મને અંદર રહેવામાં મદદ મળી. તેથી મેં તેને યોગ્ય સમયે પકડ્યો. જોકે અંતે મારે થોડો સુપરમેનની જેમ હવામાં ડ્રાઇવ મારવાનો પ્રયાસ પણ કરવો પડ્યો.'
મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સિડની થંડર્સની આખી ટીમ 19 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓલિવર ડેવિસે 36 બોલમાં 52 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. જ્યારે, નાથન મેકએન્ડ્રુએ 21 અને ડેવિડ વોર્નરે 19 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય સિડનીનો એક પણ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યો નહોતો. પર્થ તરફથી એન્ડ્રુ ટાઈએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ડેવિડ પેને, લાન્સ મોરિસ અને મેથ્યુ કેલીને બે-બે સફળતા મળી.
Precision and beauty, Cameron Bancroft flies like Superman right up against the rope to reel in this stunner! #BBL12@BKTtires | #GoldenMoment pic.twitter.com/cyGj6A7HwL
— cricket.com.au (@cricketcomau) January 13, 2023
જવાબમાં પર્થ સ્કોર્ચર્સે 12.5 ઓવરમાં એક વિકેટે 112 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેમરોન બૅનક્રોફ્ટે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 55 રન બનાવ્યા હતા. જ્યારે, બીજા ઓપનર સ્ટીફન એસ્કીનાઝીએ 26 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. પર્થ સ્કોર્ચર્સ પ્રથમ અને સિડોન થંડર્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp