ગંભીરે ODI માટે પસંદ કર્યા ભારતીય ટીમના ટોપ-6 બેટ્સમેન, આ દિગ્ગજને કર્યો બહાર
ભારતીય ટીમ માટે વર્ષ 2023 ખૂબ મહત્ત્વની રહેવાનું છે. આ વર્ષે મેન ઇન બ્લૂને પોતાના ઘર પર આયોજિત થનારા વન-ડે વર્લ્ડ કપમાં પણ ભાગ લેવાનો છે. આ વર્લ્ડ કપ પર અત્યારથી જ ભારતીય ફેન્સની નજરો બનેલી છે. ફેન્સના મનમાં એ સવાલ સત્યારથી જ ઉત્પન્ન થઇ રહ્યો છે કે, આ મેગા ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર શું હશે. હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે તેની સાથે જોડાયેલું નિવેદન આપ્યું છે. ચાલો તો જોઇએ કે તેમણે શું કહ્યું છે.
ગૌતમ ગંભીરે વર્ષ 2023 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા કહ્યું કે, વન-ડેમાં ભારતીય ઓપનર્સને લઇને કોઇ શંકા ન હોવી જોઇએ. કેપ્ટન રોહિત શર્મા અને ઇશાન કિશને જ ઇનિંગની શરૂઆત કરવી જોઇએ. ગૌતમ ગંભીરનું માનવું છે કે બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી સદી બાદ ઇશાન કિશને શુભમન ગિલ અને કે.એલ. રાહુલ પર લીડ હાંસલ કરી લીધી છે તો હવે શિખર ધવન આ રેસથી બહાર થઇ ગયો છેમને આશ્ચર્ય છે કે આપણે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે કોઇએ ગત ઇનિંગમાં બેવડી સદી બનાવી છે.
ચર્ચા પૂરી થઇ ગઇ છે ઇશાન કિશને ઓપનિંગ કરવી જોઇએ. કોઇ છે જે આ ઉપસ્થિતિમાં એક સારા બોલી એટેક વિરુદ્ધ બેવડી સદી લગાવી શકે છે. ઇશાન કિશને ભારત માટે મોટા ભાગની T20 મેચ રમી છે, પરંતુ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વન-ડે મેચમાં મળેલા ચાન્સનો ફાયદો ઉઠાવતા તેણે 126 બૉલમાં બેવડી સદી લગાવી દીધી. ગંભીરે કહ્યું કે, બહેસ પૂરી થઇ ગઇ છે અને ઇશાન કિશનને વધારે ચાંસ મળવા જોઇએ. 35મી ઓવરમાં 200 રન બનાવી લીધા.
ગૌતમ ગંભીરે ઇશાન કિશનને લઇને કહ્યું કે, તે વિકેટ પાછળ પણ સારો સાબિત થઇ શકે છે એટલે તે તમારા માટે બે કામ કરી શકે છે. તો મારા માટે તે ચર્ચા ન થવી જોઇએ. જો કોઇ બીજાએ બેવડી સદી બનાવી હોત તો મને લાગે છે કે આપણે એ વ્યક્તિથી ખુશ હોત, પરંતુ ઇશાન કિશન સાથે આપણે ખુશ દેખાઇ રહ્યા નથી કેમ કે આપણે અત્યારે પણ અન્ય ખેલાડીઓ બાબતે વાત કરવાની ચાલુ રાખીએ છીએ. મારા માટે ઓપનિંગ બેટિંગની બહેસ સમાપ્ત થઇ ગઇ છે.
પોતાના ટોપ-6 બેટસમેન પર કહ્યું કે, રોહિત અને કિશન કિશન સિવાય કોઇ બીજાને ઇનિંગની શરૂઆત કરતા જોવું મુશ્કેલ છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી, ચોથા પર સૂર્યકુમાર યાદવ, પાંચમા નંબરે શ્રેયસ ઐય્યર કેમ કે છેલ્લા અઢી વર્ષમાં તે શાનદાર રહ્યો છે. હા શોર્ટ બૉલ વિરુદ્ધ શ્રેયસ ઐય્યરની સમસ્યા હતી, પરંતુ તે તેને મેનેજ કરવામાં સક્ષમ છે. તમે દરેક વસ્તુ વિરુદ્ધ બેસ્ટ નહીં હોય શકો, પરંતુ જો તમે તેને મેનેજ કરવામાં સક્ષમ છે અને સ્કોર કરી રહ્યો છો તો મહત્ત્વ ધરાવતું નથી. છઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા સિવાય કોઇ બીજા તરફ નહીં જોઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp