કેટલા મોટા ગાલ કરી લીધા છે, રોહિતને જોતા જ રડવા લાગ્યો યુવા ફેન, જુઓ વીડિયો

PC: twitter.com

આજથી શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે સીરિઝ માટે ભારતીય ટીમે પૂરી તૈયારીઓ કરી લીધી છે. મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ગુવાહાટીમાં બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટીસ સેશન દરમિયાન ફેન્સને પણ મળ્યા હતા. રોહિતનો તેના ફેન સાથે મળતી વખતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં રોહિત રડતા એક નાનકડા બાળકને શાંત કરતો જોવા મળે છે અને તેને હસાવવાની કોશિશ કરે છે. લોકો ફેનની સાથે કેપ્ટનની આ વાતચીતને ઘણી પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક યુવા ફેન ભારતીય ટીમની જર્સી પહેરીને રોહિતને મળવા માટેની રાહ જોતા જોતા રડી રહ્યો હોવાનું દેખાય છે. આ વચ્ચે રોહિત જ્યારે તેની પાસે પહોંચે છે તો તે કહેતો સંભળાય છે કે, રડવાની શું જરૂર છે, નાનો બાળક છે તું અને આટલા મોટા મોટા ગાલ કરી દીધા છે. જેના પછી કેપ્ટન તેની સાથે ફોટો ક્લિક કરવા માટે કહે છે.

શ્રીલંકા વિરુદ્ધ હાલમાં જ ખતમ થયેલી T20 સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. જોકે આ તમામ ખેલાડીઓએ વનડે સીરિઝમાં કમબેક કરી લીધું છે. શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી છે. આ સીરિઝમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ નવા ખેલાડીઓને તક આપી હોવા છતા સૂર્યકુમાર યાદવ સિવાય કોઈપણ બેટ્સમેન કે બોલર સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, જે હેડ કોચ રાહુલ દ્રવિડ માટે મોટો ચિંતાનો વિષય છે.

આ સિવાય દર વખતની જેમ ભારતીય બોલરો મેચની ડેથ ઓવરમાં ઘણા મોંઘા સાબિત થયા હતા. અર્શદીપ સિંહ સહિત ઉમરાન મલિક પણ ડેથ ઓવરમાં કંઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા. રોહિતે વનડે સીરિઝ શરૂ થતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમારે 6 આંતરરાષ્ટ્રીય T20 રમવાની છે, તેમાંથી 3 રમાઈ ગઈ છે. આ ખેલાડીઓ પર IPL સુધી નજર રાખવાની જરૂર છે. IPL પછી જોઈશું શું થાય છે. પરંતુ નિશ્ચિત રીતે મેં હજુ કોઈ પણ ફોર્મેટને અલવિદા કહેવાનું મન બનાવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp