WTC Finalની હાર પછી રોહિત શર્માનું દર્દ છલકાયું, જણાવ્યું ક્યાં ભૂલ થઈ

લંડનના ઓવલ મેદાન પર રમાયેલી WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે. મેચ બાદ રોહિત શર્મા થોડો નિરાશ જોવા મળ્યો અને કહ્યું કે અમે આખી મેચમાં લડ્યા પરંતુ જીતી શક્યા નહીં. બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેન નિષ્ફળ ગયા અને સમગ્ર ટીમ માત્ર 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

મેચ હારવા પર રોહિત શર્માએ કહ્યું, મને લાગ્યું કે અમે ટોસ જીતીને સારી શરૂઆત કરી છે, તે સંજોગોમાં અમે તેમને પહેલા બેટિંગ માટે ઉતાર્યા અને અમે ફિલ્ડીંગ પસંદ કરી. અમે પહેલી ઇનિંગમાં સારી બોલિંગ કરી અને પછી અમે જે રીતે બોલિંગ થઇ જેનાથી અમે પોતાને નિરાશ કર્યા. આનો શ્રેય ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને આપવો પડશે. Travis Michael Head  આવ્યો અને સ્ટીવન સ્મિથ સાથે શાનદાર બેટિંગ કરી હતી. એમણે અમને એલર્ટ કરી દીધા હતા. અમને ખબર હતી કે વાપસી કરવી મુશ્કેલ છે, પરંતુ અમે સાંરુ પ્રદર્શન કર્યું અને છેલ્લે સુધી લડ્યા.

રોહિતે કહ્યું કે, અમને આશા હતી કે અમે 444 રન બનાવી લઇશું, પરંતુ અમે યોગ્ય શોટ મારી શક્યા નહી, અમે ખોટા શોટ માર્યા અને આઉટ થતા ગયા. પહેલી ઇનિંગ પછી અમે સારી સ્થિતિમાં હતા, પરંતુ એ પછી અમે સારું રમી શક્યા નહી.

રોહિત શર્માએ ક્રિક્રેટ ચાહકોનો આભાર માન્યો હતો. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિતે કહ્યું કે, ફેન્સનું સમર્થન અમારા માટે શાનદાર રહ્યું હતું. તેમણે અમને દરેક સ્થિતિમાં સાથ આપ્યો. તેઓ દરેક રન અને વિકેટ પર ચીયર કરી રહ્યા હતા.

તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પણ સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં અમારી બોલિંગ સારી નહોતી રહી. અમે તેમને 469 રન બનાવવા દીધા, જેણે આખી મેચને પલટી નાંખી. દ્રાવિડે કહ્યું કે આ વિકેટ 469 રન મારી શકાય તેવી નહોતી. રાહુલે કહ્યું કે, બીજી ઇનિંગમાં અમારી ટીમના ખેલાડીઓએ  ખોટા શોટ માર્યા જેનું પરિણામ ભોગવવું પડ્યું.

WTC ફાઇનલમાં ભારતને જીતવા માટે 444 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. શનિવારે ટીમ ઇન્ડિયાએ 3 વિકેટના નુકશાને 164 રન બનાવ્યા હતા. એ પછી રવિવારે મેચ આગળ વધી તેમાં વિરાટ કોહલી 49 રન, રવિન્દ્ર જાડેજા શૂન્ય, અજિક્ય  રહાણેના 43 રન થયા હતા. આખરે ફાઇનલ મેચ પર ઓસ્ટ્રેલિયન ટીમે કબ્જો મેળવી લીધો હતો. આની સાથે જ ICC ટ્રોફી જીતવા માટે ભારતનો દશકોનો ઇંતજાર હજુ વધુ લંબાઇ ગયો છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.