ભારત-શ્રીલંકા મેચ પછી સ્ટેડિયમમાં હંગામો,ચાહકો એકબીજા સાથે લડ્યા,લાત-મુક્કા...

PC: hindi.sportzwiki.com

એશિયા કપ 2023માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન એકદમ સર્વશ્રેષ્ઠ રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય. પરંતુ આ બધું હોવા છતાં તેણે પોતાની વિરોધી ટીમને ધોબી પછાડ આપી છે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકાને સુપર 4માં હરાવ્યું છે. શ્રીલંકા સામે 41 રનની જીત સાથે ભારત રેકોર્ડ 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. શ્રીલંકાને રોમાંચક મેચમાં હરાવ્યા પછી ભારતીય ચાહકોનો ઉત્સાહ સમાતો ન હતો. પરંતુ ત્યાર પછી તે ગ્રાઉન્ડ પર કંઈક એવું જોવા મળ્યું કે જેની કોઈને અપેક્ષા નહોતી કરી. મેચ પતી ગયા પછી ભારત અને શ્રીલંકાના ચાહકો મેદાન પર એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સમાપ્ત થયા પછી બંને ટીમોના ચાહકો સ્ટેન્ડમાં એકબીજા સાથે અથડાયા હતા. પહેલા તો ચાહકોમાં થોડી ગરમ ગરમી થઇ. ત્યાર પછી શ્રીલંકાનો એક પ્રશંસક દોડીને આવે છે અને ભારતીય પ્રશંસક પર હુમલો કરે છે. આ પછી, તમામ ભારતીય પ્રશંસકોએ શ્રીલંકાના પ્રશંસકને પકડી લીધો અને તેને ખુબ ખરાબ રીતે માર્યો. જો કે, આ પછી કેટલાક અન્ય લોકો તેમની લડાઈમાં વચ્ચે પડીને તેમને અલગ કરે છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને કંપનીએ બેટિંગ કરતા 213 રન બોર્ડ પર મૂક્યા હતા. રોહિત (53), રાહુલ (39) અને ઈશાને ભારતને ફાઈટીંગ ટોટલ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

214 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકન ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. તે માત્ર 172ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 41 રનથી આ મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

જ્યારે, આ મેચમાં શ્રીલંકન ટીમનો હીરો 20 વર્ષનો યુવા ખેલાડી ડ્યુનિથ વેલ્લાલેજ હતો. ડ્યુનિથ વેલ્લાલેજે ટીમ ઈન્ડિયા સામે 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેમજ તેણે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું અને 46 બોલમાં 42 રન બનાવ્યા પછી અણનમ રહ્યો. ડ્યુનિથ વેલ્લાલેજના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે શ્રીલંકાના હારી ગયા પછી પણ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp