સેમિફાઇનલમાં પીચ પર ભારતને ઘેરી રહ્યું હતું ઓસ્ટ્રેલિયા, આઇસલેન્ડે ટ્વીટથી...

ભારત કે પછી ઓસ્ટ્રેલિયા. 2023ના ક્રિકેટ વર્લ્ડ કપનો હકદાર કોણ બને છે? નિર્ણય જલદી જ થઈ જશે, પરંતુ આ અગાઉ આઈસલેન્ડ ક્રિકેટે ઓસ્ટ્રેલિયાને મજાકિયા અંદાજમાં એક મહત્ત્વનું સૂચન આપ્યું છે. કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેજબનો સામે મેચ અગાઉ સિક્કા પર નિશાનથી લઈને ચંદ્રમા અને શુક્રની ગોઠવણી સુધી બધુ તપાસી લે.
આઈસલેન્ડ ક્રિકેટની આ પોસ્ટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમીફાઇનલમાં ભારતીય બોલરોના પક્ષમાં પીચમાં બદલાવ બાબતે ઑસ્ટ્રેલિયન મીડિયામાં આવેલા રિપોર્ટ્સના જવાબમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, BCCIએ પોતાના સ્પિનરોની સહાયતા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુઝ્ડ પીચ માગી. જો કે, ICCએ એક નિવેદન જાહેર કર્યું કે પીચમાં બદલાવ સામાન્ય છે.
Message to the Aussies: check everything before the final. The metal and markings on the coin, the weight of the roller, the toxins in the dressing room's paint, the alignment of the Moon and Venus, etc. Leave nothing to chance, since you don't want to end up feeling insecure.
— Iceland Cricket (@icelandcricket) November 16, 2023
હવે પીચમાં બદલાવના સમાચારો પર કટાક્ષ કરતા આઈસલેન્ડ ક્રિકેટે ઓસ્ટ્રેલિયન ટીમને રવિવારે થનારી ફાઇનલ મેચ અગાઉ કોઈ કસર ન છોડવા અને બધુ તપાસવા માટે કહ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમને સંદેશ આપતી આઈસલેન્ડ ક્રિકેટની જે પોસ્ટ વાયરલ થઈ છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા ફાઇનલ અગાઉ સિક્કા પર ધાતુ અને નિશાન, રોલરનું વજન, ડ્રેસિંગ રૂમના પેન્ટમાં ઝેરી પદાર્થ, ચંદ્રમા અને શુક્રમાની ગોઠવણી જેવી બધી વસ્તુઓ સારી રીતે તપાસ કરી લે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ સેમીફાઇનલ અગાઉ પીચ વિવાદે તમામ ક્રિકેટ ફેન્સની મજા બગાડી હતી. ડેઇલી મેલ સહિત વિદેશી મીડિયાએ જણાવ્યું કે, BCCIએ સેમીફાઇનલ મેચ માટે યુઝ્ડ પીચ સાથે જવાનો નિર્ણય લીધો, જ્યારે અગાઉ ફ્રેશ પીચ પર થવાની હતી. તો વિદેશથી આવી રહેલા અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે ફાઇનલ માટે અમદાવાદની પીચમાં પણ સંભવિત બદલાવ કરી શકાય છે.
જો કે, ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી અને એવા કોઈ પણ સૂચન નકારી દીધા. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનિલ ગાવસ્કરે ઘણી મહત્ત્વની વાતો કરી અને કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયન મીડિયાને ખોટી સાબિત કરતા જોવા માગશે. કેમ કે પીચનો મામલો સતત જોર પકડતો રહ્યો છે. તેના પર ICCએ કહ્યું કે, તેમના સ્વતંત્ર પીચ સલાહકાર એટકિન્સનને બદલાવ બાબતે ખબર હતી. ICCએ એક નિવેદનમાં કહ્યું કે, ‘આટલા લાંબા આયોજનના અંતમાં યોજનાબદ્ધ પીચ રોટેશનમાં બદલાવ સામાન્ય વાત છે અને એ અગાઉ પણ ઘણી વખત થઈ ચૂક્યું છે. આ બદલાવ અમારા મેજબાન સાથે મળીને વેન્યૂ ક્યૂરેટરની ભલામણ પર કરવામાં આવ્યો છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp