ક્રિકેટના ભગવાને એવી ટ્વિટ કરી જે ટાઇમ મશીનનું કામ કરશે

PC: twitter.com/sachin_rt

2 એપ્રિલ 2011ની તારીખ કોઈ પણ ભારતીય નહીં ભૂલી શકે. મહેન્દ્ર સિંહ ધોનીના આઇકોનિક સિક્સ સાથે ભારતીય ટીમે ICC વર્લ્ડ કપ 2011ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. વર્ષ 1983માં કપિલ દેવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો અને એ સમયે સચિન તેંદુલકરની ઉંમર 10 વર્ષ વર્ષ હતી. 10 વર્ષની ઉંમરમાં સચિન તેંદુલકરે સપનું જોયું હતું કે, તેઓ ભારતીય ટીમ માટે રમશે અને વર્લ્ડ કપ જીતાડશે. સચિન તેંદુલકરે ભારત તરફથી 6 વર્લ્ડ કપ રમ્યા અને તેમનું સપનું પૂરું થયું હતું વર્ષ 2011માં.

વર્લ્ડ કપ 2011ના સમયે વિરાટ કોહલી યુવા ખેલાડી હતો અને તેણે કહ્યું હતું કે, સચિન તેંદુલકરે લાંબા સમય સુધી આશાઓનો ભાર પોતાના ખભા ઉપર રાખ્યો છે અને હવે સમય છે કે તેમને ખભા પર બેસાડવામાં આવે. 2 એપ્રિલ 2024ના રોજ સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર 2011ના વર્લ્ડ કપની તસવીર શેર કરીને જે લખ્યું છે એ તમારા માટે ટાઈમ મશીનનું કામ કરશે અને તમે પણ એ ઐતિહાસિક દિવસ સુધી પહોંચી જશો.

સચિન તેંદુલકરે X પર એક તસવીર સાથે કરેલી પોસ્ટમાં લખ્યું કે, '13 વર્ષ અગાઉ, મારા બાળપણનું સપનું સાચું થઈ ગયું હતું. હંમેશાં હું એ યાદો માટે, ટીમ માટે અને અબજો લોકોના સપોર્ટ માટે આભારી રહીશ.' ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ જીતી હતી. ભારતીય ટીમે આ મેચ 10 બૉલ બાકી રહેતા 6 વિકેટથી જીતી હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા હતા.

275 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 31 રનોની અંદર વીરેન્દર સેહવાગ અને સચિન તેંદુલકરની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી સાથે મળીને 114 રનો સુધી પહોંચાડી હતી. વિરાટ કોહલી આઉટ થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 79 બૉલમાં 91 રનોની ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર 122 બૉલમાં 97 રન બનાવીને આઉટ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp