WC સેમીફાઇનલને લઇ ગેલે કરી ભવિષ્યવાણી, કોહલીને લઇ કહી આ વાત

PC: thestatesman.com

વેસ્ટ ઇન્ડિઝના આક્રામક બેટ્સમેન ક્રિસ ગેલે વિરાટ કોહલી અને વર્લ્ડ કપ 2023ને લઇને ટિપ્પણી કરી છે. ગેલે, કોહલીને માનસિક અને શારીરિકરૂપથી સૌથી મજબૂત ક્રિકેટર ગણાવતા કહ્યું કે, ભારતમાં થનારા વર્લ્ડ કપમાં તેનો દબદબો રહેશે અને તેનું માનવુ છે કે, ભારત ઉપરાંત પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ફાઇનલ ફોરમાં પહોંચી શકે છે. એક દિવસીય વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં રમાશે. ભારતીય ટીમે છેલ્લી ICC ટ્રોફી 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી પરંતુ, છેલ્લાં એક દાયકાથી ભારતના હાથમાં ICCની એક પણ ટ્રોફી નથી આવી.

ગેલે કહ્યું, ભારત જ શા માટે, વેસ્ટ ઇન્ડિઝે પણ 2016 બાદથી ICC ખિતાબ નથી જીત્યો. ભારતની પાસે સારા ખેલાડી છે અને તેને પોતાની ધરતી પર રમવાનો ફાયદો મળશે. પરંતુ, ભારતીય ટીમ પર ખિતાબ જીતવાનું પ્રેશર પણ હશે કારણ કે, ભારતમાં બધા જ ઇચ્છે છે કે પોતાની ધરતી પર ભારતીય ટીમની જીત થાય. ગેલે કહ્યું કે, સેમિફાઇનલમાં કોણ પહોંચશે એ કહેવુ મુશ્કેલ છે પરંતુ મને લાગે છે કે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ચાર ટીમો હશે.

RCB માટે IPLમાં કોહલીની સાથે રમી ચુકેલા ગેલે કહ્યું કે, IPL દ્વારા ખરાબ સમયને અલવિદા કહ્યા બાદ ભારતનો પૂર્વ કેપ્ટન વર્લ્ડ કપમાં પણ હાવી રહેશે. તેણે કહ્યું, માત્ર વિરાટ જ નહીં પરંતુ, દરેક ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થાય છે. મુશ્કેલ સમય વધુ સમય નથી રહેતો. પરંતુ, મજબૂત ખેલાડી લાંબો ચાલે છે. વિરાટ માનસિક અને શારીરિકરૂપથી દ્રઢ છે. તે વર્લ્ડ કપમાં પણ એ જ લય કાયમ રાખીને હાવી રહેશે.

કોહલીએ IPL 2023માં 14 મેચોમાં 53.25ની સરેરાશથી 639 રન બનાવ્યા હતા, જેમા બે સદી અને છ હાફ સેન્ચ્યૂરી સામેલ છે. ગેલે કહ્યું- ખેલાડીઓના કરિયરમાં એવો સમય આવે છે જ્યારે બધુ નિરાશાજનક લાગે છે અને એવામાં મનોબળ વધારવા માટે સકારાત્મક ઉર્જાની જરૂર હોય છે. ત્યારબાદ ખેલાડી પોતાના ચિર પરિચિત અંદાજમાં પાછો આવે છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપની મેચોને લઇને હંમેશાં રહેતી હાઇપને જોતા તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, આ બંને ટીમોના ક્રિકેટર્સે તો વધુ પૈસાની માંગ કરવી જોઇએ.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને તેના માટે તમામ શહેરોમાં હોટેલોના ભાવ વધવા માંડ્યા છે. ગેલે કહ્યું, જ્યારે પણ આ બંને ટીમો એકબીજા સામે રમે છે અને ખાસ કરીને વર્લ્ડ કપમાં તો ખૂબ જ કમાણી થાય છે. એક જ મેચ સમગ્ર ICC ટૂર્નામેન્ટ બરાબર કમાણી કરી શકે છે. મને લાગે છે કે, બંને ટીમોના ખેલાડીઓએ વધુ પૈસાની માંગણી કરવી જોઈએ. આટલા પૈસા એક મેચ લઇને આવે છે ભલે પ્રસારણ રાજસ્વ હોય કે પછી ટિકિટમાંથી થનારી કમાણી.

બેવારની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઈ કરવા માટે ઝઝૂમી રહે છે અને ગેલ તેનાથી ખૂબ જ આઘાતમાં છે. તેણે કહ્યું- ટીમને આ હાલતમાં જોઇને દુઃખ થાય છે. તેના માટે એ ખૂબ જ મુશ્કેલ હશે અને જો ભારતમાં વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ નહીં હશે તો મને ખૂબ જ નિરાશા થશે. આશા છે કે, ભવિષ્યમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ માટે પરિસ્થિતિ સારી હશે.

ખેલાડીઓના ટેસ્ટ ક્રિકેટને બદલે T20 ક્રિકેટને મહત્ત્વ આપવા અંગે ગિલે કહ્યું કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં બધુ જ બદલાઈ ગયુ છે. ક્રિકેટમાં હવે એટલા પૈસા છે કે આ એક વ્યવસાય બની ગયો છે. દુઃખદ એ છે કે, મોટી બે ત્રણ ટીમો (ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા) નો જ દબદબો છે જેને કારણે ક્રિકેટ સમાપ્ત થઈ રહ્યું છે. તેણે કહ્યું, નાની ટીમોને પણ સમાન ચુકવણીની જરૂર છે જેથી નવી પ્રતિભાઓ સામે આવે.

મહિલા ક્રિકેટને પણ સમાન ચુકવણીની જરૂર છે. તેમને એ ધન નથી મળી રહ્યું જેની તેઓ હકદાર છે. એક દિવસીય ફોર્મેટના ભવિષ્ય વિશે પૂછવા પર તેણે કહ્યું, હાલ કોઈ કયાસ ના લગાવી શકાય. આ વર્લ્ડ કપ પર ઘણુ બધુ નિર્ભર હશે. જોઇએ છીએ કે, આ કેટલો સફળ રહે છે અને કયા બદલાવની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp