26th January selfie contest

શા માટે રોહિત-કોહલીને T20 ટીમમાં ન મળી જગ્યા, કોચ દ્રવિડે આપ્યું કારણ

PC: jagran.com

ટીમ ઈન્ડિયાને વનડે સીરિઝ પત્યા પછી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ T20 મેચ પણ રમવાની છે. T20 સીરિઝ માટે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા પ્લેયર્સને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા અને હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપથી ભારતના સેમીફાઈનલમાં બહાર થવા પછીથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલના T20 કરિયર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જોવામાં આવે તો T20 વર્લ્ડ કપ પછીથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ત્રણેય ખેલાડીઓએ એક પણ મેચ રમી નથી.

હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને રોહિત શર્માના T20 ટીમમાં નહીં હોવાને લઈને મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. દ્રવિડનું કહેવું છે કે, વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ કોહલી અને રોહિત શર્માને બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડનું માનવું છે કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ અને વનડે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ છે, તેવામાં ખેલાડીઓ માટે વર્કલોડ ઘણું મહત્ત્વ ધરાવે છે. BCCIની નવી નીતિ પ્રમાણે આ વર્ષની IPL દરમિયાન રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખવામાં આવશે.

દ્રવિડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચ પહેલા કહ્યું છે કે, વર્કલોડ મેનેજમેન્ટ આજે રમતનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. અમે ત્રણ વસ્તુઓની સમિક્ષા કરતી રહેવી જોઈએ. અમે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ T20 સીરિઝ માટે રોહિત, કોહલી અને રાહુલને બ્રેક આપ્યો છે. ઈજાનું પ્રબંધન અને વર્કલોડ મેનેજમેન્ટ બે અલગ વસ્તુઓ છે. અમે જેટલું ક્રિકેટ રમી રહ્યા છીએ તેને જોઈને આ બંનેમાં સંતુલન બનાવવું પડશે કે નજીકના ભવિષ્યમાં અમારા માટે પ્રાથમિકતા શું છે. સાથે જ સુનિશ્ચિત કરવું પડશે કે અમારા મોટા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહે.

દ્રવિડે કહ્યું કે, વનડે વર્લ્ડ કપની યોજનામાં સામેલ ખેલાડી IPLમાં રમશે કારણ કે તેમને અહીં તેમની T20 સ્કીલનું આકલન કરવામાં મદદ મળશે. દ્રવિડે કહ્યું કે, IPLના મામલામાં NCA અને અમારી મેડિકલ ટીમ સતત ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં રહેશે અને જો કોઈ સમસ્યા અથવા ઈજા થશે તો અમારી સાથે સંપર્કમાં રહેશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો BCCI પાસે તેમને હટાવવાનો અધિકાર છે. પરંતુ તેઓ ફિટ છે તો તેમને IPL રમવા માટે રીલિઝ રાખશું કારણ કે તે એક મહત્ત્વની ટુર્નામેન્ટ છે.

દ્રવિડનું માનવું છે કે, આગામી મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થનારી ચાર મેચો ઘણી મહત્ત્વની છે, અને આ ટેસ્ટ મેચ પહેલા આ બ્રેક જરૂરી છે. તમારે નિશ્ચિત સમયમાં કેટલીક સફેદ બોલથી ટુર્નામેન્ટ રમવાની જરૂર છે. સંભવિત WTC ક્વોલિફિકેશન માટે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની ચાર મેચ રમવી મહત્ત્વની છે. દ્રવિડે એ વાતનું પણ ખંડન કર્યું કે, તેમની ટીમ અલગ અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટનની નીતિ અપનાવી રહી છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ T20 ટીમની કેપ્ટન્સી કરી અને 2024માં T20 વર્લ્ડ કપમાં કેપ્ટન્સીનો પ્રબળ દાવેદાર છે. રાહુલે આ અંગે કહ્યું કે, મને આ સવાલ પૂછવા કરતા સિલેક્ટર્સને આ સવાલ પૂછવો જોઈએ. પરંતુ હાલમાં એવું કંઈ હોય તેવું મને નથી લાગતું. ભારતીય T20 ટીમ બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે અને તેમણે સંયમ રાખવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp