માત્ર 'નમસ્તે' ન કીધું એમાં કોનરને કોચ ન બનાવ્યો,ઇરફાનનો કિરણ મોરે પર આરોપ

PC: indianexpress.com

બરોડા ક્રિક્રેટ એસોસિયેશન(BCA) એ વિવાદોનું ઘર છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર અને ક્રિક્રેટની કોમેન્ટ્રી માટે જાણીતા ઇરફાન ખાન પઠાણે ટીમ ઇન્ડિયાના પૂર્વ સિલેક્ટર કિરણ મોરે સામે મોટો આરોપ લગાવ્યો છે. ઇરફાને લેખિતમાં ફરિયાદ કરીને મોરે સામે આરોપ લગાવતા કહ્યું છે કે, માત્ર ‘હેલો’ નહીં કહેવાને કારણે કોનર વિલિયમ્સની કોચ તરીકે પસંદગી કરવામાં નથી આવી. ઇરફાને બરોડા કિક્રેટ એસોસિયેશમાં ચાલતા આંતરિક ઝગડાને ખતમ કરવાની પણ અપીલ કરી છે. ઇરફાને કહ્યુ કે, કોનર વિલિયમ્સનો વાંક એટલો જ હતો કે તેણે કિરણ મોરેને નમસ્તે નહોતું કર્યું એટલે તેની પસંદગી પર ચોકડી મારી દેવામાં આવી.

કોનર વિલિયમ્સ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કિક્રેટર ઇરફાન ખાન પઠાણે કિરણ મોરે સામે લેખિતમાં ફરિયાદ કરીને આરોપ લગાવ્યો છે કે સાવ સામાન્ય બાબતને કારણે કોનર વિલિયમ્સની કોચ તરીકે પસંદગી કરવામાં ન આવી. કારણ એટલું હતું કે કોનરે કિરણ મોરેને નમસ્તે કર્યું નહોતું.

મુંકંદ પરમાર

બરોડા ક્રિક્રેટ એસોસિયેશને કોનર વિલિયમ્સને બદલે મુકુંદ પરમારની કોચ તરીકે વરણી કરી છે. મુકુંદ પરમાર બરોડા રણજી ટ્રોફી ટીમના કોચ હશે. ઇરફાન પઠાને આ વિશે નિરાશા વ્યકત કરતા કહ્યુ કે BCAના અધિકારીઓના વલણથી હું નિરાશ છું. ઇરફાને પત્રમાં લખ્યું છે કે બરોડા કિક્રેટ એસોસિયેશનમાં જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. ઇરફાને આરોપ લગાવતા કહ્યું કે પોતાની વ્યકિતગત ખુન્નસ કાઢવા માટે કોનરને કોચ તરીકે પસંદગી કરવામાં ન આવી. કોનર વિલિમ્યને નજર અંદાજ કરવાથી મને દુખ થયું છે.

કોર્નર વિલિયમ્સ હાલમાં રણજી ટ્રોફી માટે આંધ્ર ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ છે. વડોદરામાં રહેતા વિલિયમ્સ અગાઉ બરોડા રણજી ટ્રોફી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. કોર્નરે ઘણી બધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. તેમના સમયમાં રણજીમાં બરોડા ટીમની સ્થિતિ ઘણી સારી હતી. ઈરફાન પઠાણે પોતાના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

બરોડા કિક્રેટ એસોસિયેશનમાં પહેલી વાર વિવાદ થયો નથી. આતંરિક જૂથબંધીને કારણે એસોસિયેશનની ઇમેજ અનેક વખત ખરડાઇ છે. આ વર્ષે 12 ફેબ્રુઆરીએ, બે હરીફ જૂથોએ સુધારણા માટે હાથ મિલાવ્યા હતા અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ આ પછી પણ મામલો આગળ વધી શક્યો ન હતો. BCA ની સંસ્થાકીય રચના સુસ્ત પડી રહી છે. BCAની કમાન અત્યારે પ્રણમ અમીન પાસે છે. અમીને વડોદરાના મહારાજા શ્રીમંત સમરજીત સિંહ ગાયકવાડ સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડના રોયલ અને રિવાઇવલ ગ્રુપ સાથે મળીને કામ કરશે. પરંતુ હવે નવો વિવાદ સામે આવ્યો છે અને ઇરફાને સીધો કિરણ મોરે પર નિશાન સાધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp