26th January selfie contest

મેદાન પર MIના ખેલાડીના ઇશારાથી ભડકેલા નીતિશ રાણાએ ‘મા’ પર ગાળો આપી, Video વાયરલ

PC: twitter.com

મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને કોલકાત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રવિવારે બપોરે રમાયેલી મેચમાં ભારે વિવાદ ઉભો થયો હતો. KKRના કેપ્ટન નીતિશ રાણાની મુંબઇના ખેલાડી સાથે ચડસાચડસી થઇ ગઇ હતી. મેદાન પર જ વાત એટલી વણસી ગઇ કે  મુંબઇ ઇન્ડિયનની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્ય કુમારે યાદવે મધ્યસ્થી કરવી પડી હતી ત્યારે મામલો શાંત પડ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે નીતિશ રાણાએ મુંબઇના ખેલાડીને ‘મા’ પર ગાળો આપતા મામલો બિચક્યો હતો. ક્રિકેટને ખેલદીલીનું માધ્યમ માનવામાં આવે છે, પરંતુ ક્રિક્રેટના મેદાન પર બે ખેલાડીઓ ગલી ક્રિકેટની જેમ લડી રહ્યા હતા.

IPLમાં 5 વખતે ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રવિવારે બપોરે મેચ રમાઇ હતી. MIની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કરતા KKRની ટીમ પહેલા બેટીંગ માટે ઉતરી હતી. આ મેચની 9મી ઓવરની પહેલી બોલમાં નીતિશ રાણા MIના બોલર રિતિક શૌકીનની બોલ પર શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બરાબર બેટ પર આવ્યો નહી અને નીતિશનો હવામાં શોટ ગયો અને સબસ્ટિટયૂટ તરીકે આવેલા રમનદિપ સિંહે કેચ પકડી લીધો.

એ પછી રિતિક શૌકીને નીતિશ રાણાને કઇંક કહ્યું અને એટલી વાતમાં ઝગડો શરૂ થઇ ગયો હતો. નીતિશે 10 બોલમાં 5 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. મુંબઇના સ્પીનર રિતિક શૌકીને નીતિશનો કેચ પકડાયા પછી કોઇક ઇશારો કર્યો હતો, જે વાતથી નીતિશ ગુસ્સામાં આવી ગયો હતો અને રિતિક સાથે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. મેદાન પર બબાલ ચાલી રહી હતી ત્યારે રોહિતની જગ્યાએ આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલો સૂર્યકુમાર અને પિયુષ ચાવલા દોડી આવ્યા હતા. સૂર્યકુમાર નીતિશને સમજાવીને પાછળ લઇ ગયો હતો. એ પછી મામલો શાંત પડ્યો હતો.

જાણવા મળેલી વિગત મુજબ નીતિશ રાણા અને રિતિક રોશન બંને દિલ્હી માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. કેટલાંક સ્પોર્ટસ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નીતિશ અને રિતિક વચ્ચે પહેલેથી અણબનાવ છે. દિલ્હીના ડ્રેસિંગ રૂમમાં પણ બંને ખેલાડીઓ એકબીજા સાથે વાતચીત કરતા નથી.

બે વખતની ચેમ્પિયન KKRની ટીમે મુંબઇ સામેની મેચમાં 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 185 રન બનાવ્યા હતા. KKRના ઓપનર વેંકટેશ ઐય્યરે આ મેચમાં સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 104 રન ફટકાર્યા હતા,જેમાં 6 ચોગ્ગા અને 9 સિક્સરનો સમાવેશ થતો હતો. આંદ્રે રસેલે 11 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર સાથે 21 રન બનાવીને તે નોટઆઉટ રહ્યો હતો.

મુંબઇ વતી રિતિક શૌકીને 2 વિકેટ ઝડપી હતી જ્યારે કેમરન ગ્રીન, ડુઆન જોનસન, પિયુષ ચાવલા અને રિલિ મેરેડિથે 1-1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp