IPL 2023 પર કોરોનાનું સંકટ, આ દિગ્ગજ પૂર્વ ખેલાડી વાયરસથી સંક્રમિત

PC: zeenews.india.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆત અત્યારસુધી ખૂબ જ શાનદાર રહી છે. ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમાઈ ગઈ છે પરંતુ, હવે તેને લઇને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાનો એક મામલો સામે આવવાના કારણે દરેક વ્યક્તિ ચિંતિત છે. IPL 2023માં કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા આ લીગના પહેલા અઠવાડિયા દરમિયાન જ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. 45 વર્ષીય આકાશ ચોપડાએ ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્યની જાણકારી અંગે અપડેટ આપ્યું છે અને કહ્યું કે, તેમને હળવા લક્ષણો છે અને તેઓ થોડાં દિવસો માટે કમેન્ટ્રીથી અલગ રહેશે. આકાશ ચોપડાએ મંગળવારે ટ્વીટ કર્યું, કોરોનાએ કાટ એન્ડ બોલ્ડ કર્યો. સી વાયરસે ફરી સંક્રમિત કર્યો. હળવા લક્ષણો છે. બધુ જ નિયંત્રણમાં છે.

તેમણે આ સાથે જ કહ્યું કે, થોડાં દિવસો માટે કમેન્ટ્રી ડ્યૂટીથી અલગ રહીશ. પરંતુ, મજબૂતાઇ સાથે વાપસી કરીશ TATA IPL. આકાશ ચોપડા IPLના ડિજિટલ પ્રસારક જિયોસિનેમાના સ્ટાર્સથી સુસજ્જિત કમેન્ટ્રી પેનલનો હિસ્સો છે જે 31 માર્ચથી શરૂ થઈ છે. પૂર્વ ક્રિકેટર કમેન્ટ્રી જ નહીં પરંતુ, અન્ય શોઝનો પણ હિસ્સો છે આથી આયોજક અને પ્રસારક તમામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આકાશ ચોપડા પર બારીકાઇથી નજર રાખવામાં આવશે.

31 માર્ચથી શરૂ થયેલી IPLની આ સિઝનનો ખુમાર સૌ કોઇ પર જોવા મળી રહ્યો છે. ઘણા રોમાંચક મુકાબલા અત્યારસુધી જોવા મળ્યા છે. જેમ જેમ આ મહામુકાબલાનો સફર આગળ વધી રહ્યો છે તેમ તેમ રોમાંચ પણ વધી રહ્યો છે. કમેન્ટ્રીમાં આકાશ ચોપડાનો એક અલગ જ જાદુ જોવા મળે છે. ઘણા લોકો તેની કમેન્ટ્રીને ખૂબ જ પસંદ કરે છે.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાતની IPLમાં બીજી મેચ આજે એટલે કે 4 એપ્રિલે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર વિજય શંકરનું શુભમન ગિલને લઇને એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિજય શંકરનું કહેવુ છે કે, પાછળની મેચોમાં શુભમન ગિલની મહેનતના કારણે ટીમને ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે.

IPLની ઓપનિંગ મેચ 31 માર્ચે ચારવારની ચેમ્પિયન CSK અને IPL માં અગાઉની સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાઇ હતી. તેમા ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે જીત મળી હતી. ગુજરાતે આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp