મોહમ્મદ શમીની એક ભૂલ, જે તેની પર પડી ભારે, દર મહિને આપવા પડશે 1.30 લાખ રૂપિયા

PC: ndtv.com

મોહમ્મદ શમી આ સમયે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વનડે સીરિઝમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે બીજી મેચમાં 3 વિકેટ લીધી હતી અને ન્યૂઝીલેન્ડની ટીમે જલદીથી પેવેલિયન ભેગી કરી દીધી હતી. ભારતીય ટીમ તે મેચ જીતવામાં સફળ રહી હતી અને શમી પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. ભારતીય ટીમે ગઈકાલે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમી હતી. જોકે આ મેચમાં શમીને આરમ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે સોમવારે આવેલા કોર્ટના નિર્ણયે મોહમ્મદ શમીને ઝટકો આપ્યો છે. માલૂમ થાય કે શમીની પત્ની હસીન જહાએ તેની પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. બંને 2018થી અલગ રહે છે.

સોમવારે કોલકાતાની નિચલી અદાલતે એક નિર્ણય કર્યો હતો. જેના હેઠળ શમીને તેની પત્ની હસીન જહાને દર મહિને ભરણપોષણ માટે 1.30 લાખ રૂપિયા આપવા પડશે. તેમાંથી 50 હજાર રૂપિયા હસીન જહાના ખર્ચા અને 80 હજાર રૂપિયા તેની છોકરીના ખર્ચા માટેના છે. હસીન જહા અને મોહમ્મદ શમીની મુલાકાત 2011માં થઈ હતી. બંનેના લગ્ન 2014માં થયા હતા. હસીન જહાના આ બીજા લગ્ન હતા. વિવાદ પછી હસીન જહાએ કેસ કરતા 10 લાખ રૂપિયાના ભરણપોષણની માંગણી કરી હતી. જોકે કોર્ટે માત્ર 1.30 લાખ રૂપિયાની જ મંજૂરી આપી છે.

જણાવી દઈએ કે હસીન જહાથી લઈને મોહમ્મદ શમી પણ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. હસીને શમી પર ફિક્સીંગના પણ આરોપ લગાવ્યા હતા પરંતુ તેમાં કંઈ પણ સામે આવ્યું ન હતું. થોડા સમય માટે શમીના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી દીધો હતો પરંતુ કંઈ સાબિત ન થતા ફરીથી કોન્ટ્રાક્ટ કરી દીધો હતો. મોહમ્મદ શમી અને હસીન જાહની છોકરી હાલમાં તેની માતા સાથે રહે છે.

હસીન જહાની વકીલે અદાલતને કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21 માટે ભારતીય બોલરનું રિટર્ન સાત કરોડ રૂપિયાથી વધારે હતી અને તેના રિટર્નના આધાર પર તેણે માસિક 10 લાખ રૂપિયાના ભરણપોષણની માંગણી કરી હતી. પરંતુ શમીના વકીલના કહેવા પ્રમાણે હસીન જહા પોતે એક પ્રોફેશનલ મોડલ છે તો તેની આવક પણ તેને થાય છે. આથી આટલું બધું ભરણપોષણ માંગવું ઉચિત નથી. કોર્ટના આ ચૂકાદા પછી બંનેમાંથી કોઈના દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp