શેન વોર્ન માટે ઓસ્ટ્રેલિયનો છે જબરો પ્રેમ, તેની યાદમાં કરી આ મોટી જાહેરાત

PC: telegraphindia.com

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સોમવાર (26 ડિસેમ્બરથી) સીરિઝની બીજી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર શરૂ થઇ છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાના મહાન પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું હોમ ગ્રાઉન્ડ છે, માર્ચમાં તેમના નિધન બાદ પહેલી વખત તેમના ઘરેલુ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમાઇ રહી છે. એવામાં તેમને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકન ખેલાડીઓ સાથે-સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને હજારો દર્શકોએ ટ્રિબ્યુટ આપ્યું.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શેન વોર્નના સન્માનમાં પુરુષ ટેસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ હવે દિવંગત એક્ટર શેન વોર્નના નામે કરી દીધો છે. આ એવોર્ડને હવે શેન વોનના નામ પર આપવામાં આવશે અને એટલે તેનું નામ હવે શેન વોર્ન પુરુષ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર કરી દેવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દર વર્ષે ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપે છે. તેમાં ત્રણેય ફોર્મેટના બેસ્ટ મેલ ઇન્ટરનેશનલ ક્રિકેટરો માટે બોર્ડર મેડલ અને બેસ્ટ ફિમેલ ઇન્ટરનેશનલ ક્રિકેટર માટે બલિન્ડા ક્લાર્ક મેડલ આપવામાં આવે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા ‘ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ને હવે ‘શેન વોર્ન મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ તરીકે ઓળખવામાં આવશે. શેન વોર્ન ઓસ્ટ્રેલિયાના સૌથી મહાન ક્રિકેટર્સમાંથી એક છે અને એટલે ટેસ્ટ ક્રિકેટમાં તેમના દ્વારા આપવામાં આવેલા અસાધારણ યોગદાનનો સ્વીકાર કરતા અમે તેમના નામ પર ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપીને સન્માન આપીશું. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સોમવારથી શરૂ થયેલી બોક્સિંગ ડે મેચ દરમિયાન CA  અને ACAએ સંયુક્ત રૂપે શેન વોર્નના નામ પર આ સન્માનની જાહેરાત કરી છે.

શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે રમેલી 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ લીધી હતી. વર્ષ 2006માં શેન વોર્નને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપ્યો હતો. શેન વોર્નના નિધન બાદ તેમના ઘરેલુ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચ અગાઉ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન અગાઉ બંને ટીમોના ખેલાડીઓ સાથે-સાથે મેદાન પર બેઠા લગભગ બધા દર્શકોએ એવી જ ગોળ ટોપી પહેરી હતી, જેવી શેન વોર્ન પહેરતા હતા.

રાષ્ટ્રગાનના બરાબર બાદ સ્ટેડિયમમાં ઉપસ્થિત મોટી સ્ક્રીન પર શેન વોર્ડના કરિયરની હાઇલાઇટને પણ ચલાવવામાં આવી, જેને જોયા બાદ દર્શકોએ શેન વોર્નની સ્ટાઇલમાં ટોપી ઉતારીને તેમને ટ્રિબ્યુટ આપ્યું હતું. એ સિવાય MCGમાં શેન વોર્ન સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે, જેની સામે પહેલી વખત કોઇ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. એ સિવાય ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી આ ટેસ્ટ મેચ માટે MCG આઉટફિલ્ડ પર શેન વોર્નનું નામ અને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ નંબર 350 દેખાડવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp