અમેરિકામાં IPL જેવી લીગ રમાશે, MI-CSK-KKRની પણ ટીમ, જાણો કયા ખેલાડી રમશે

PC: majorleaguecricket.com

અમેરિકામાં મેજર ક્રિકેટ લીગ સાથે રમતગમતના નવા યુગની શરૂઆત થઈ રહી છે. આ લીગમાં 6 ટીમો રમશે અને 18 મેચ રમાશે. આન્દ્રે રસેલ, રાશિદ ખાન, ટ્રેન્ટ બોલ્ટ જેવા ખેલાડીઓ આ લીગમાં રમશે. કેટલાક ભારતીય ક્રિકેટરો પણ ત્યાં રમશે.

અમેરિકામાં આ અઠવાડિયે મેજર ક્રિકેટ લીગ સાથે રમતગમતના નવા યુગની શરૂઆત થઈ રહી છે. જેમાં ટેક્સાસ સુપર કિંગ્સનો મુકાબલો 13 જુલાઈએ ડલાસમાં પ્રથમ મેચમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ સામે થશે. તમામ છ ટીમોમાં પ્રખ્યાત ક્રિકેટરોની સાથે અમેરિકન ખેલાડીઓ પણ છે. તેમની વચ્ચે 18 મેચ રમાશે અને ફાઈનલ 30 જુલાઈના રોજ રમાશે.

BCCIના હાલના નિયમ મુજબ ભારતીય ખેલાડીઓ આ લીગમાં ભાગ લઇ શકશે નહી, પરંતુ, નિવૃતિ લઇ ચૂકેલા ભારતીય ખેલાડીઓ આ લીગમાં રમતા જોવા મળી શકે છે.ભારતમાં આ લીગ મેચનું પ્રસારણ Sports18 અને Jio પર કરવામાં આવશે.મતલબ કે ભારતીય ક્રિક્રેટ રસિકો આ બંને ચેનલો પર મેચની મજા માણી શકશે.

જાણવા મળેલી વિગત મુજબ 11 મેચ ડલાસમાં અને 7 મેચ નોર્થ કેરોલિનામાં રમાશે. આયોજકોએ જણાવ્યું હતું કે, પહેલી મેચની બધી 7200 ટિકીટો વેચાઇ ગઇ છે. અમેરિકાની લીગમાં રમનારી ક્રિક્રેટ ટૂર્નામેન્ટમાં લોસ એન્જિલસ નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ ન્યૂયોર્ક, સેન ફ્રાન્સિસ્કો યૂનિકોર્ન્સ, સીએટલ ઓરકાસ, ટેક્સાસ સુપર કિંગ્સ અને વોશિંગ્ટન ફ્રીડમનો સમાવેશ થાય છે.

મોટા ભાગની ટીમના માલિકો ભારતીય મૂળના અમેરિકન છે. લીગમાં ભાગ લેનારા મુખ્ય ખેલાડીઓના નામ જોઇએ તો અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન, દક્ષિણ આફ્રિકાના કાફ ડુ પ્લેસીસ ક્વિટન ડીકોક,  ડેવિડ મિલર, વેસ્ટ ઇન્ડિઝનો આંદ્રે રસેલ, કીરોન પોલાર્ડ,ડ્વેન બ્રાવો, ઓસ્ટ્રેલિયાનો માર્ક્સ સ્ટોઇનિસ, એરોન ફિંચ, ઇંગ્લેંડનો જેસન રોય,લિયામ પ્લંકેટ, શ્રીલંકાનો દાસુન શનાકા અને ન્યૂઝીલેન્ડનો ટ્રેંટ બોલ્ટ સામેલ છે.

ભારતીય ખેલાડીઓમાં ઉન્મુક્ત ચંદ, હરમીત સિંહ, ચૈતન્ય બિશ્નોઇ, તજિંદર સિંહ, શુભમ રંજને અને સ્મિત પટેલ રમશે. આ બધા ખેલાડીઓએ સ્થાનિક ક્રિક્રેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે. અંબતિ રાયડૂ આ લાગમાં ભાગ લેવાનો હતો, પરંતુ વિદેશી  T-20 મેચમાં ભાગ લેવા માટે રિટાયરમેન્ટ પછી એક વર્ષનો કુલિંગ ઓફ પિરિયડ હોવો જરૂરી છે. જેને કારણે રાયડુએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

મેજર ક્રિકેટ લીગ અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝિસ (ACE) દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે અને USA ક્રિકેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.ICCએ પણ આ લીગને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. જો કે, USમાં હોવાને કારણે, આ મેચોના રેકોર્ડ્સ ખેલાડીની પ્રોફાઇલમાં દેખાશે નહીં.

લોસ એન્જિલસમા જેસન રોય, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ છે. ન્યૂયોર્કમાં રાશિદ ખાન, ટ્રેન્ટ બોલ્ટ અને કિરોન પોલાર્ડ છે. સાન ફ્રાન્સિસ્કોમાં એરોન ફિન્ચ, માર્કસ સ્ટોઇનિસ અને કોરી એન્ડરસન છે. ટેક્સાસ પાસે ફાફ ડુ પ્લેસિસ, ડેવોન કોનવે અને ડેવિડ મિલર છે. સિએટલ પાસે ક્વિન્ટન ડી કોક, શિમરોન હેટમાયર, ઇમાદ વસીમ અને સિકંદર રઝા છે. વોશિંગ્ટન પાસે વાનિન્દુ હસરાંગા, એનરિક નોર્ટજે અને માર્કો જોનસેન છે.

આ લીગમાં રમાનારી ટીમના માલિકો કોણ છે તે પણ જાણી લઇએ

આ લીગમાં કેપ્ટન તરીકે જોઇએ તો, ટેક્સાસનો કેપ્ટન કાફ ડુ પ્લેસીસ. લોસ એન્જિલસનો સુનીલ નરેન, સિએટલનો વેન પરનેલ, ન્યૂયોર્કનો કિરોન પોલાર્ડ, સેન ફ્રાન્સિસ્કોનો એરોન ફિંચ અને વોશિંગ્ટનનો કેપ્ટન મોઇજેસ હેનરિક્સ રહેશે.

લોસ એન્જિલસ નાઇટ રાઇડર્સની માલિતી નાઇટ રાઇડર્સ ગ્રુપ , MI ન્યૂયોર્કની માલિકી  મુંબઇ ઇન્ડિયન્સ પાસે, સેન ફ્રાન્સિસ્કો યૂનિકોર્ન્સની માલિકી ક્રિક્રેટ વિકટોરીયા પાસે છે, સિએટલ ઓરકાસની માલિકી GMR ગ્રુપ પાસે છે, ટેક્સાસ સુપર કિંગ્સની માલિકી ચેન્નઇ સુપર કીંગ્સ પાસે છે અને વોશિંગ્ટન ફ્રીડમની માલિકી ક્રિક્રેટ ન્યૂ સાઉથ વેલ્સ પાસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp