હવે વિદેશમાં લોકોને ભારતીય ભોજન ખવડાવશે સુરેશ રૈના, આ જગ્યાએ ખોલ્યું રેસ્ટોરાં

PC: twitter.com/ImRaina

ભારતીય ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ ક્રિકેટ બાદ એક નવી ઇનિંગની શરૂઆત કરી છે. તેણે યુરોપમાં પોતાનું એક રેસ્ટોરાં ખોલ્યું છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ હાલમાં જ નેધરલેન્ડની રાજધાની એમસ્ટર્ડમમાં એક ઇન્ડિયન રેસ્ટોરાં ખોલ્યું છે. આ રેસ્ટોરાંની કેટલીક તસવીરો તેણે પોતાના સોશિયલ ટ્વીટર હેન્ડલ અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે પોતે ખાવાનું બનાવતો નજરે પડી રહ્યો છે.

એક તસવીરમાં તેણે ગુલાબ જાંબુ બનાવ્યા, તો બીજી તસવીરમાં કડાઈ લઈને શાક બનાવતો નજરે પડી રહ્યો છે. તેણે પોતાના રેસ્ટોરાંનું નામ પોતાના સરનેમ પર રાખ્યું છે. સુરેશ રૈનાએ પોતાના સ્ટાફ સાથેની પણ તસવીર સામે આવી છે. સોશિયલ મીડિયા પર તેના નવા રેસ્ટોરાંની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના મોટા ભાગે પોતાના ઘરના રસોડામાં સારી સારી ડિશો બનાવતા નજરે પડે છે અને હવે તે પોતાની ભોજન પકવવાની કળા અને ભારતના મજેદાર પકવાનોને યુરોપીય સ્વાદ સુધી લઈ જવાના મિશન પર છે.

સુરેશ તૈના પોતાની પત્ની પ્રિયંકા રૈના સાથે એમસ્ટર્ડમમાં જ રહે છે. તેની દીકરી ગ્રાસિયા અને દીકરો રિયો પણ ત્યાં જ ભણે છે. સુરેશ રૈનાએ ટ્વીટર પર લખ્યું કે, ‘હું એમસ્ટર્ડમમાં રૈના ઇન્ડિયન રેસ્ટોરાંની શરૂઆત કરતા ખૂબ જ ઉત્સાહિત છું, જ્યાં ભોજન અને ખાવાનું પકવવા પ્રત્યે મારું ઝનૂન એક સ્થાન પર જઈને મળે છે. આ વર્ષોમાં પોતાના ભોજન પ્રત્યે મારો પ્રેમ જોયો છે અને મારું ખાવાનું બનાવવાના કારનામાઓને જોયા છે. હવે હું ભારતના અલગ અલગ હિસ્સાઓથી સૌથી બેસ્ટ અને શાનદાર સ્વાદોને સીધા યુરોપના દિલોમાં લાવવાના મિશન પર છું.’

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના રૈના ઇન્ડિયન રેસ્ટોરાંમાં બપોરના ભોજન સાથે સાથે રાત્રીનું ભોજન પણ ઉપલબ્ધ છે, જ્યાં સુવિધાજનક ભોજન માટે ટેકઅવે સેક્શન અને શાનદાર ભોજન અનુભવ માટે એલિવેટેડ ભોજન સેકશન પણ ઉપલબ્ધ છે.

આ દરમિયાન સુરેશ રૈનાના ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સાથી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા હરભજન સિંહે સુરેશ રૈનાને એમસ્ટર્ડમમાં રેસ્ટોરાં ખોલવા પર શુભેચ્છા આપી છે. વિરાટ કોહલીએ પણ સુરેશ રૈનાને આ નવી શરૂઆત માટે શુભેચ્છા આપી અને કહ્યું કે, જ્યારે પણ તે યુરોપ જશે, તેના રેસ્ટોરાંના ભોજનનો લુપ્ત ઉઠાવવા જરૂર પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp