ક્રિકેટર કેદાર જાધવના ગુમ થયેલા પિતા કલાકોની શોધખોળ બાદ મળ્યા

PC: twitter.com

ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ સોમવારે પુણેથી ગુમ થઈ ગયા હતા. તેઓ ગુમ થયાનો રિપોર્ટ પૂણેના અલંકાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે પૂણેના દરેક પોલીસ સ્ટેશનમાં એલર્ટ જાહેર કરી દીધું હતું અને તેમની તપાસ કરવામાં આવી રહી હતી. તેઓ છેલ્લી વખત હાઉસિંગ કોમ્પલેના ગેટ બહાર નીકળતા નજરે પડ્યા હતા. ગુમ થયાના થોડા કલાકો બાદ જ કેદાર જાધવના પિતા મળી ગયા છે. એક અધિકારીએ કહ્યું કે, મહાદેવ જાધવ મુંધવા વિસ્તારમાંથી મળ્યા. મુંધવા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અજીત લકડેએ કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેમને પરિવાર સાથે મળાવી દેવામાં આવ્યા છે.

મહાદેવ જાધવ કથિત રીતે સોમવારે સવારે 11:30 વાગ્યે પૂણેના કોથ રોડ વિસ્તારમાંથી અચાનક ગુમ થઈ ગયા હતા. કેદાર જાધવના પરિવાર તરફથી પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, મહાદેવ જાધવે આજે સવારે 11:300 વાગ્યા નજીક કોથરોડ વિસ્તારથી રિક્ષા લીધી હતી, પરંતુ ત્યારબાદ તેઓ ક્યાં ગયા અત્યાર સુધી ખબર નથી. ક્રિકેટર્ન પરિવારનું કહેવું હતું કે, તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો, ત્યારબાદ પરિવારજનોએ અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, મહાદેવ જાધવે સફેદ રંગનું શર્ટ અને સ્લેટી રંગનું ટ્રાઉઝર અને બ્લેક ચપ્પલ પહેરી છે. તેમણે નજરના (નંબરવાળા) ચશ્મા પણ પહેરી રાખ્યા છે. ગુમ રિપોર્ટ મુજબ, મહાદેવ જાધવની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે, તેમના ચહેરાની ડાબી તરફ સર્જરીનું નિશાન છે. મહાદેવ જાધવ મરાઠી બોલે છે. તેમના જમણા હાથની આંગળીમાંમાં સોનાની 2 અંગૂઠી પહેરી રાખી છે. તેમની પાસે મોબાઈલ ફોન છે, પરંતુ અત્યારે પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે.

પૂણે પોલીસે મહાદેવ જાધવની તસવીર મહારાષ્ટ્રના બધા પોલીસ સ્ટેશનોમાં સર્ક્યૂલેટ કરી દીધી હતી. ત્યારબાદ દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી હતી. ફરિયાદ મુજબ કેદાર જાધવના 75 વર્ષીય પિતા મહાદેવ જાધવ ડિમેન્શિયા પીડિત છે. કેદાર જાધવર અત્યારે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. વર્ષ 2014માં ડેબ્યૂ કરનારા કેદાર જાધવે વર્ષ 2020માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ઇન્ટરનેશનલ કરિયરમાં તેને 73 વન-દે અને 9 T20 એમચ રમી છે. તેમના નામે 1389 રન સાથે જ 27 વિકેટ પણ છે. કેદાર જાદવ અત્યારે કોઈ પણ IPL ટીમનો હિસ્સો નથી. વર્ષ 2022ના ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp