પૃથ્વી શૉની મુશ્કેલી વધી, સપના ગિલે 11 કલમો હેઠળ કેસ નોંધાવ્યો

PC: indiatoday.in

ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉની મુશ્કેલી વધી ગઈ છે. સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર સપના ગિલ સાથે થયેલો વિવાદ હજુ પૂરી રીતે સમાપ્ત થયો નથી. સપના ગિલને ગઈ કાલે એક સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા હતા. જામીન પર બહાર આવ્યા બાદ સપના ગિલે પૃથ્વી શૉ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સપના ગિલે ગુનાહિત ફરિયાદ નોંધાવી છે. પૃથ્વી શૉ સિવાય આશિષ સુરેન્દ્ર યાદવ, વ્રૃજેશ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર સપના ગિલે પૃથ્વી શૉ પર છેડછાડનો આરોપ લગાવ્યો છે. વકીલ અલી કાશીફ દેશમુખના જણાવ્યા મુજબ, સપના ગિલે IPCની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ કેસ દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો ક્રિકેટર પૃથ્વી શૉ ગત દિવસોમાં વિવાદોમાં આવી ગયો હતો, જ્યારે એક ફાઇવ સ્ટાર હોટલમાં તેનો સપના ગિલ અને તેના મિત્રો સાથે વિવાદ થયો હતો. પૃથ્વી શૉનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સપના ગિલ અને તેના મિત્રો સાથે ઝપાઝપી કરતા નજરે પડી રહ્યા હતા. પૃથ્વી શૉના મિત્રો તરફથી પોલીસમાં સપના ગિલ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ફરિયાદના આધાર પર પોલીસે બધાને કસ્ટડીમાં લઈ લીધા હતા. પોલીસે સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર સપના ગિલ, તેના મિત્ર શોભિત ઠાકુર અને અન્ય 6 લોકો વિરુદ્ધ IPCની કલમ 143, 148 (દંગા), 384 9 બળજબરીપૂર્વક વસૂલી) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યો હતો. દંગા અને બળજબરીપૂર્વક વસૂલીના મૂળ આરોપો સિવાય પોલીસે આ કેસમાં IPCની કલમ 387 પણ જોડી હતી.

આ કસ્ટડી 20 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઇ. પોલીસ રિમાન્ડ સમાપ્ત થયા બાદ 20 ફેબ્રુઆરીના રોજ આરોપીઓને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, ત્યારબાદ કોર્ટે બધા 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. જો કે, આ નિર્ણયના તુરંત બાદ જ અંધેરી કોર્ટમાં સપના ગિલને લઈને જામીન અરજી દાખલ કરી દેવામાં આવી હતી. કોર્ટે લાંબી બહેશ બાદ સપના ગિલને 10,000 રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપી દીધા હતા. જો પૃથ્વી શૉની વાત કરીએ તો તે અત્યારે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. ગત દિવસોમાં તેને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે તે પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવી શક્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp