26th January selfie contest

લગ્ન વગર ગર્લફ્રેન્ડ સાથે રહે છે રોનાલ્ડો જે સાઉદીમાં ગુનો ગણાય છે, શું થશે?

PC: twitter.com

ફૂટબૉલ સ્ટાર અને પોર્ટૂગિઝ કેપ્ટન ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોએ હાલમાં જ સાઉદી અરબના ફૂટબૉલ ક્લબ અલ-નાસર FC સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. રિપોર્ટ્સ મુજબ, ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોએ આ ડીલ 75 મિલિયન ડૉલર (ભારતીય ચલણ મુજબ લગભગ 621 કરોડ રૂપિયા)માં કરી છે. દેશમાં ફૂટબૉલની વધતી લોકપ્રિયતા અને વિઝન 2030ને જોતા સાઉદી અરબ ક્લબ અલ-નાસર FCએ આટલી મોટી રકમ ખર્ચ કરીને ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોને પોતાની સાથે જોડ્યો છે, પરંતુ અલ-નાસર FC માટે આ દાવ મુશ્કેલી ઉત્પન્ન ન કરી દે.

કેમ કે ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો અને તેની સાથે જોર્જીના રોડ્રિગ્સ એક સાથે રહે છે, પરંતુ પરિણીત નથી. જ્યારે સાઉદી અરબના કાયદા હેઠળ લગ્ન વિના કરેલા પાર્ટનર સાથે એક જ ઘરમાં રહેવું ગેરકાયદેસર છે. 37 વર્ષીય ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોએ અલ-નાસર સાથે કોન્ટ્રાક્ટ કર્યા પહેલા યુરોપીય ફૂટબૉલ ક્લબ મેનચેસ્ટર યુનાઇટેડ સાથે રમતો હતો, પરંતુ ફિફા વર્લ્ડ કપ અગાઉ તીખી નોક-ઝોક બાદ ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોએ મેનચેસ્ટર યુનાઇટેડ સાથે કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો.

સ્પેનિસ ન્યૂઝ એજન્સી મુજબ, દુનિયામાં મોંઘા ખેલાડીઓમાં સામેલ હોવાના કારણે ફૂટબૉલ સ્ટાર ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોને દંડિત કરવાની સંભાવના નથી. બે અલગ-અલગ સાઉદી વકીલોના સંદર્ભે કાયદાકીય વ્યવસાયીઓએ આ આશા વ્યક્ત કરી છે કે, સંબંધિત અધિકારી ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોના કેસમાં સામેલ નહીં થાય. એક સાઉદી વકીલે કહ્યું કે, ‘જો કે કાયદા હેઠળ અત્યારે પણ લગ્ન વિના સાથે રહેવું ગુનો છે, પરંતુ અધિકારી હવે આ પ્રકારના કેસમાં નરમ વલણ અપનાવે છે અને કોઇ પર સજા થોપતા બચે છે, પરંતુ જો કોઇ ક્રાઇમ થાય છે તો આ કાયદાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે.

તો અન્ય એક વકીલે કહ્યું કે, સાઉદી અરબનો કાયદો, લગ્ન વિના સાથે રહેવા પર રોકે છે, પરંતુ વિદેશી મામલાઓમાં સાઉદી અરબના અધિકારી હસ્તક્ષેપ કરતા નથી. સાઉદી અરબમાં કપલ્સને હૉટલમાં રૂમ લેવા અગાઉ એ સાબિત કરવું પડે છે કે, તેઓ પરિણીત છે. સાઉદી કમિશન ફોર ટૂરિસ્ટ એન્ડ હેરિટેજના એક નિવેદન મુજબ, સાઉદી નાગરિકોને હૉટલમાં ચેક ઇન કરવા અગાઉ પરિવારની ID કે સંબંધોના પુરાવા દેખાડવા કહેવામાં આવે છે. પરિણીત ન હોવા છતા ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો અને જોર્જીનાને સાઉદી અરબમાં સાથે રહેવાના કેટલાક વિકલ્પ છે.

સાઉદી અરબના વકીલો મુજબ, જોર્જીના ફૂટબૉલ ક્લબ અલ-નાસર તરફથી ગેર-પર્યટક વિઝા પર આવી શકે છે. તો અન્ય એક વિકલ્પના રૂપમાં તે એક ટૂરિસ્ટ વિઝા લઇ શકે છે. ટૂરિસ્ટ વિઝાની મદદથી જોર્જીનાને 90 દિવસ માટે દેશમાં રહેવાની મંજૂરી હશે. વર્ષ 2016માં રિયલ મેડ્રિડ માટે રમવા દરમિયાન રૉનાલ્ડો જોર્જીનાને મળ્યો હતો. આ બંનેએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. જોર્જીનાથી તેના બે સંતાન બેલા અને અલાના છે. રૉનાલ્ડો વર્ષ 2010માં પહેલી વખત ક્રિસ્ટિયાનો જુનિયરનો પિતા બન્યો હતો. જો કે, તેણે અત્યાર સુધી પહેલા સંતાનની માતાના નામનો ખુલાસો કર્યો નથી. વર્ષ 2017માં રૉનાલ્ડો સરગોસીના માધ્યમથી દીકરી ઇવા અને બેતેઓનો પિતા બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp