
દુનિયાના દિગ્ગજ ફુટબોલર્સમાંથી એક ક્રિસ્ટીયાનો રોનાલ્ડો માટે નવું વર્ષ 2023 ઘણી બધી ખુશીઓ લઈને આવ્યું છે. તેણે સાઉદી અરબના ક્લબ અલ-નાસર એફસીને જોઈન કરી લીધું છે. રોનાલ્ડોએ આ ક્લબ સાથે 2025 સુધી કરાર કર્યો છે. ક્લબ અને રોનાલ્ડોની વચ્ચે કેટલા રૂપિયાનો કરાર થયો છે તેનો ખુલાસો બંને તરફથી કરવામાં આવ્યો નથી. પરંતુ રિપોર્ટ્સની માનીએ તો રોનાલ્ડોએ સાઉદીના આ ક્લબ સાથે 75 મિલિયન આશરે 621 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે.
જણાવી દઈએ કે રોનાલ્ડો આ પહેલા ઈંગ્લેન્ડના ફેમસ ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમી રહ્યો હતો. પરંતુ બંને વચ્ચે વિવાદ થવાના કારણે કરાર તૂટી ગયો હતો. રોનાલ્ડોએ આ કરાર ફીફા વર્લ્ડ કપની શરૂઆતના થોડા સમય પહેલા જ તોડ્યો હતો. જેના પછી રોનાલ્ડોએ કહ્યું હતું કે- મેન્ચેસ્ટર યુનાઈટેડની સાથે વાતચીત પછી અમે અમારા કરારને સમાપ્ત કરવા માટે એકબીજાની સહમતિથી રાજ થયા છીએ.
الرياضي الأعظـم عالميًا 🌏
— نادي النصر السعودي (@AlNassrFC) December 30, 2022
يـوقع رسميًا لـ #العالمي 🤩#رونالدو_نصراوي pic.twitter.com/BBq469mAYh
હું માન્ચેસ્ટર યુનાઈટેડને પ્રેમ કરું છું અને હું પ્રશંસકોને પણ પ્રેમ કરું છું. જે ક્યારેય નહીં બદલાય.આ એક નવી ચેલેન્જની શોધ કરવાનો યોગ્ય સમય લાગે છે. હું માન્ચેસ્ટર યુનાઈટેડને શુભકામનાઓ પાઠવું છું. હાલમાં જ કતારની મેજબાનીમાં રમાયેલો ફીફા વર્લ્ડ કપ 2022 રોનાલ્ડો અને તેની ટીમ પોર્ટુગલ માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નહીં હતું. ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોએ 1-0 થી હાર આપીને પોર્ટુગલને બહાર કર્યું હતું. રોનાલ્ડો આ ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ કરી શક્યો હતો અને નોકઆઉટ મેચમાં તો તેને સ્ટાર્ટીંગ ઈલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.
રોનાલ્ડો પ્રોફેશનલ ફુટબોલના ઈતિહાસમાં સૌથી વધારે ગોલ કરનારો ફુટબોલર છે. રોનાલ્ડોએ આ વર્ષે જોસેફ બીકનને પાછળ છોડી દીધો હતો. રોનાલ્ડોને નામ આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં પણ સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ છે. રોનાલ્ડોએ પોર્ટુગલ માટે અત્યાર સુધીની 196 મેચોમાં 118 ગોલ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp