IPLની પહેલી મેચ પહેલા ધોનીની CSKને ઝટકો, આ ખેલાડી ઈજાને કારણે થયો બહાર

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 શરૂ થવાના થોડા કલાકો અગાઉ જ  મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી IPL 2023ની આખી સીઝનથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ આજે રમશે. આ મેચને શરૂ થવાના ગણતરીના કલાકો જ બચ્યા છે અને એ અગાઉ આ સમાચાર મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે મુકેશ ચૌધરીના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી દીધી છે.

મુકેશ ચૌધરીની જગ્યાએ આકાશ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે IPL 2022ના મેગા ઓક્શન દરમિયાન મુકેશ ચૌધરીને ચેન્નાઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ગત સીઝનમાં મુકેશ ચૌધરી ટીમનો હિસ્સો રહ્યો હતો અને તેણે 13 મેચમાં 16 વિકેટ લઈને ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક હતો. જો કે, ગત સીઝન લીગ સ્ટેજ સમાપ્ત થયા બાદ ટીમ પોઇન્ટ્સ ટેબલમાં નવમા નંબર પર હતી.

જો કે, 2 ડિસેમ્બર 2022ના રોજ સૌરાષ્ટ્ર વિરુદ્ધ મહારાષ્ટ્ર માટે વિજય હજારે ટ્રોફીની ફાઇનલ બાદ તેને કોઈ પ્રતિસ્પર્ધી રમત રમી નથી. આ અગાઉ ઓલરાઉન્ડર કાઈલ જેમિસન ઇજાના કારણે બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ ટીમે ઓલરાઉન્ડર સિસન્ડા મગાલાને ટીમમાં સામેલ કર્યો છે.

કોણ છે આકાશ સિંહ?

જો મુકેશ ચૌધરીની જગ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ કરવામાં આવેલા આકાશ સિંહની વાત કરીએ તો. તેનો જન્મ રાજસ્થાનના ભરતપુરમાં થયો હતો. 20 વર્ષીય આકાશ સિંહ ભારતની અંડર-19 વર્લ્ડ કપનો હિસ્સો હતો. તે આ અગાઉ રાજસ્થાન રોયલ્સ (RR) સાથે હતો. જ્યાં તેને એક પણ મેચ રમવાનો ચાંસ મળ્યો નથી. ડાબા હાથના ફાસ્ટ બોલરે અત્યાર સુધી 9 લિસ્ટ-A મેચોમાં 14, 5 ફર્સ્ટ ક્લાસમાં 10 અને 9 T20માં 7 વિકેટ લીધી છે. તે 20 લાખ રૂપિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો છે.

વર્લ્ડ કપ 2020ની ફાઇનલમાં જગ્યા બનાવનારી ભારતની અંડર-19 ટીમનો સભ્ય આકાશ સિંહને રાજસ્થાન રોયલ્સે IPL 2020 અગાઉ ઓક્શન દરમિયાન 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ IPL 2021 માટે યથાવત રાખ્યો હતો. જો કે તેને એક પણ મેચ રમવાનો ચાંસ મળ્યો નહોતો. પેસરે અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન 7 વિકેટ લીધી હતી. આકાશે ક્રિકેટની તૈયારી જયપુરથી કરી છે. અહી વર્ષ 2017માં અકાદમી તરફથી રમતા એક ઓપન ટૂર્નામેન્ટમાં તેણે એક મેચમાં એક પણ રન આપ્યા વિના 10 વિકેટ લીધી હતી. ત્યારબાદ તેને અંડર-16 અને અંડર-10 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp