IP ફાઇનલમાં ધોની માટે જોખમ, MI સામે થઈ મેચ તો હાર પાક્કી? જુઓ રેકોર્ડ્સ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પહેલા જ ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂકી છે. તેની ક્વાલિફાયર-1માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ગુજરાત ટાઈટન્સ (GT)ને હરાવ્યો હતો. પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેવાના કારણે ગુજરાતને વધુ એક ચાંસ મળશે. તે આજે (26 મેના રોજ) મુંબઈ ઇન્ડિયન્સ (MI) વિરુદ્ધ ક્વાલિફાયર-2 રમશે. અહી જે ટીમ જીતશે, તે ફાઇનલમાં ચેન્નાઈ સાથે રમશે.

જો રોહિત શર્માની કેપ્ટન્સીવલી મુંબઈની ટીમ પહોંચશે તો પછી ધોની માટે જોખમની ઘંટી વાગી જશે. જો ફાઇનલમાં રોહિત અને ધોનીની ટક્કર થાઈ છે તો ચેન્નાઈની હાર થઈ શકે છે. તેનું કરણે IPL ફાઇનલમાં રોહિત વિરુદ્ધ ધોનીનો ખરાબ રેકોર્ડ છે. ચેન્નાઈ અને મુંબઈ વખત અત્યાર સુધી 4 વખત IPL ફાઇનલમાં ટક્કર થઈ છે. આ દરમિયાન મુંબઇએ 3 વખત બાજી મારી છે, જ્યારે ચન્નાઈએ એક વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ચેન્નાઈએ મુંબઈ વિરુદ્ધ વર્ષ 2010ની ફાઇનલમાં જીત હાંસલ કરી હતી.

ત્યારે મુંબઈની કેપ્ટન્સી સચિન તેંદુલકરના હાથોમાં હતી. ત્યારબાદ ચેન્નાઈની 3 વખત IPL ફાઇનલમાં મુંબઈ સામે ટક્કર થઈ છે, ત્યારે મુંબઈની કેપ્ટન્સી રોહિતના હાથમાં હતી. રોહિત વિરુદ્ધ આ ત્રણેય જ ફાઇનલમાં ધોનીને હાર મળી છે. આ રેકોર્ડ જોઈએ તો ધોની માટે મુંબઈની ફાઇનલમાં પહોંચવું જોખમી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 IPL સીઝનમાં મુંબઈની કેપ્ટન્સી રિકી પોન્ટિંગના હાથમાં હતી, પરંતુ જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા હતા.

આ સીઝનની શરૂઆતી 6 મેચમાં રિકી પોન્ટિંગ માત્ર 52 રન જ બનાવી શક્યા હતા અને તેમની એવરેજ 10ની આસપાસ જ હતી. ત્યારે પોન્ટિંગે નિર્ણય લીધો હતો અને પોતે જ ટીમથી બહાર થઈ ગયા હતા. પોન્ટિંગે ત્યારે રોહિતને કપ્તાન બનાવવાનું સૂચન કર્યું અને પોતે મેન્ટરના રૂપમાં ટીમ સાથે જોડાઈ રહ્યા. પોન્ટિંગનો આ નિર્ણય ચાલી પણ ગયો અને એ સીઝનમાં મુંબઇને પહેલી વખત ટ્રોફી મળી. બીજી તરફ ધોની IPLનો પહેલી એટલે કે વર્ષ 2008 સીઝનથી ચેન્નાઈની ટીમનો કેપ્ટન છે. IPLમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતવાનો રેકોર્ડ મુંબઈના નામે છે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઇએ બધી ટ્રોફી વર્ષ 2013, 2015, 2017, 2019 અને વર્ષ 2020 સીઝનમાં જીતી છે.

મુંબઈ અત્યાર સુધી 6 વખત ફાઇનલમાં પહોંચી છે. એ સિવાય ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમ બીજી સૌથી વધુ વખત (વર્ષ 2010, વર્ષ 2011, વર્ષ 2018 અને વર્ષ 2021) ટ્રોફી જીતી છે. ચેન્નાઈ 10 વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ બે વખત (ડેક્કન ચાર્જર્સ 2009, સનરાઇઝર્સ હૈદરાબાદ 2016) ટ્રોફી જીતી છે. ગંભીરની કેપ્ટન્સીમાં કોલકાતાએ બે વખત (વર્ષ 2012 અને વત્ષ 2014) ચેમ્પિયન બની છે. આ ટીમો સિવાય રાજસ્થાન રોયલ્સ (વર્ષ 2008) અને ગુજરાત ટાઈટન્સ (વર્ષ 2022)એ 1-1 વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp