દિલ્હી ટેસ્ટમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાની વધી મુશ્કેલી, કમિન્સ આ કારણે ઘરે જતો રહ્યો

ભારત વિરુદ્ધ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. કેપ્ટન પેટ કમિન્સને દિલ્હી ટેસ્ટના તુરંત બાદ ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડી રહ્યું છે. પેટ કમિન્સના પરિવારમાં કોઇની તબિયત ખરાબ છે, એવામાં તેમણે તુરંત ઘરે જવું પડ્યું. જો કે માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ત્રીજી ટેસ્ટ મેચથી પહેલા ભારત પાછો આવી શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઇન્દોરમાં રમાવાની છે. એવામાં બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે એક લાંબો બ્રેક છે. આ જ કારણ છે કે પેટ કમિન્સના પાછા આવવાની આશા પણ યથાવત છે. રિપોર્ટ્સ મુજબ, જો કે, પેટ કમિન્સ ઇન્દોર ટેસ્ટ સુધી ન ફરે તો સ્ટીવ સ્મિથ ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી કરી શકે છે. ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ટીમ ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી ભારતનો પ્રવાસ આશા મુજબનો રહ્યો નથી. નાગપુર ટેસ્ટમાં એક ઇનિંગ અને 132 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

સાથે જ દિલ્હી ટેસ્ટમાં પણ 6 વિકેટે હાર મળી. ભારતે બંને જ ટેસ્ટ મેચ 3-3 દિવસમાં જીતી લીધી. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન મીડિયા, પૂર્વ ક્રિકેટરો અને એક્સપર્ટ્સ પોતાની જ ટીમ પર ગુસ્સે થઇ રહ્યા છે. જો પેટ કમિન્સ કોઇ કારણસર પાછો ન આવી શક્યો તો ઉપકેપ્ટન સ્ટીવ સ્મિથ ટીમને લીડ કરશે. બે વખત સ્મિથ પેટ કમિન્સની ગેરહાજરીમાં કેપ્ટન્સી કરી ચક્યો છે. પેટ કમિન્સ એડિલેડમાં વર્ષ 2021-22 એશેજની બીજી ટેસ્ટમાં કોરોનાના કારણે રમી શક્યો નહોતો.

તે વર્ષ 2022માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટમાં પણ જાંઘની ઇજાના કારણે રમી શક્યો નહોતો. એ સમયે પણ સ્ટીવ સ્મિથે કેપ્ટન્સી કરી હતી. કમિન્સ સિવાય ઓસ્ટ્રેલિયા પાસે મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ છે જે આગામી મેચમાં વાપસી કરી શકે છે જ્યારે સ્કોટ બોલેન્ડ અને લાન્સ મોરિસ અત્યાર પણ ટીમ સાથે છે. ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પણ પોતાની ઇજાથી સારો થઇ ચૂક્યો છે અને સિલેક્શન માટે ઉપસ્થિત છે.આ સીરિઝમાં અત્યારે બે ટેસ્ટ બાકી છે અને ઓસ્ટ્રેલિયન ટીમ આ બંને મેચ જીતીને 2-2થી સીરિઝ બરાબરી કરી શકે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.