
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિક્રેટર વિરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા તેમની દીકરી વામિકા સાથે વૃંદાવન પહોંચ્યા છે,જયાંથી તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વિરાટ- અનુષ્કાની દીકરી વામિકાનો ક્યૂટ વીડિયો જોઇને તેમના ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. વિરાટ-અનુષ્કા બાબા નીમ કરોલીના આશ્રમ અને સમાધિ અને મા આનંદમાઈ માના આશ્રમ પણ પહોંચ્યા હતા. અનુષ્કાની વૃંદાવન ટ્રીપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વિરાટ કોહલી સાથે તેની પુત્રી વામિકા સાથે હાથ જોડીને બેઠી છે. આ દરમિયાન વામિકાની મસ્તીની ચાહકો સરાહના કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં વીડિયોમાં ભલે વામિકાનો સ્પષ્ટ ચહેરો દેખાતો નથી, પરંતુ આ ક્યૂટ બેબીની પ્યારી શરારત ચોક્કસ જોવા મળી રહી છે. વીડિયોમાં અનુષ્કા શર્મા વ્હાઇટ સૂટ, બ્લેક જેકેટ, વ્હાઇટ કેપ અને ફ્લોરલ સ્કાર્ફમાં નજરે પડી રહી છે. વિરાટ કોહલીએ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ અને ટ્રાઉઝર પહેર્યું છે.
વીડિયોમાં વામિકા પોતાની માતા અનુષ્કાના ખોળામાં બેઠી છે, જ્યાં મંદિરના સ્વામી પહેલાં અનુષ્કાને વાદળી રંગની ચુંદડી ઓઢાડે છે અને પછી વામિકાના ગળામાં માળા પહેરાવે છે.
જાણવા મળેલી માહિતી મુજબ, વિરાટ- અનુષ્કાના આ વીડિયો રમન રેતી માર્ગ પર આવેલા કેલી કુંજના હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજને ત્યાંનો છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના જન્મથી અત્યાર સુધી ક્યારેય વામિકાનો ચહેરો ચહેરો કરતા નથી. સ્ટાર દંપતીએ પાપારાઝીને પણ વિનંતી કરી છે કે તેઓ તેમના બાળકની ગોપનીયતા જાળવવા માંગતા હોવાથી તેણીના ફોટોઝ ક્લીક ન કરે. જો કે આ વર્ષમાં જ્યારે ભારત-દક્ષિણ આફ્રિકાની સીરિઝ ચાલી રહી હતી ત્યારે VIP સ્ટેન્ડમાં પોતાની દીકરી વામિકા સાથે ઉભેલી અનુષ્કાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ ફોટામાં અભિનેત્રી અને પુત્રી વિરાટ કોહલી માટે ચિયર કરતા નજરે પડે છે.
અનુષ્કાએ સોશિયલ મીડિયામાં વાયરલ ફોટો વીડિયો પછી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ લખીને વિનંતી કરી હતી કે આ પોસ્ટ હટાવી દેવામાં આવે. અમે અમારી પુત્રીનો ચહેરો રિવિલ થાય તેવું ઇચ્છતા નથી.
અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા પૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp