વિરાટને પ્રપોઝ કરનારી મહિલા ક્રિક્રેટરે પોતાની ગર્લફ્રેન્ડ સથે સગાઇ કરી

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2017માં પ્રપોઝ કરનારી ઇંગ્લેંડની મહિલા ક્રિક્રેટર ડેનિયલ વેટએ પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે સત્તાવાર સગાઇ કરી લીધી છે અને કપલે એકબીજાને ચુંબન કરતી તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ઇંગ્લેંડની એક મહિલા ક્રિક્રેટર સારા ટેલરે તાજેતરમાં જ પોતે લેસ્બિયન હોવાની અને તેણીની ગર્લફ્રેન્ડ પ્રેગનન્ટ હોવાના સમાચારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. એ પછી હવે ઇંગ્લેંડની અન્ય એક મહિલા ક્રિક્રેટરે પોતે સમલૈગિંક હોવાની જાહેરાત કરી છે. આ ક્રિક્રેટરનું નામ છે ડેનિયલ વેટ. ડેનિયલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે અને  કપલે ચુંબન કરતી તસ્વીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ઇંગ્લેંડની મહિલા ક્રિક્રેટર ડેનિયલ વેટે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જ હોજને કિસ કરતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને પોતાના પ્રેમ અને સગાઇની જાહેરાત કરી છે.

ડેનિયલ વેટ ઇંગ્લેંડની ક્રિક્રેટર છે તો તેની ગર્લફ્રેન્ડ હોજ CAA બેઝમાં મહિલા ફુટબોલની પ્રમુખ છે અને FA લાયસન્સ પ્રાપ્ત એજન્ટ છે. 31 વર્ષની ઇંગ્લેંડની ક્રિક્રેટર ડેનિયલ વેટએ અત્યાર સુધીમાં ઇંગ્લેંડની ટીમ માટે 102 ન-ડે અને 143 T-20 મેચ રમી છે.જેમાં ડેનિયલે વન-ડેમાં 1776 રન અને T-20મમમાં 2369 રન બનાવ્યા છે. ઉપરાંત ડેનિયલના નામે વન-ડેમાં 27 વિકેટ  અને T-20માં 46 વિકેટનો રેકોર્ડ નોંધાયેલો છે.

વર્ષ 2014માં ડેનિયલ વેટનું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. વર્ષ 2014માં ડેનિયલ વેટે ટ્વિટર પર વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. આ પછી કોહલી જ્યારે આ અંગ્રેજ ક્રિકેટરને મળ્યો ત્યારે વિરાટે ડેનિયલને સમજાવીને કહ્યું હતું કે ટ્વીટર પર આ રીતની પોસ્ટ કરવી યોગ્ય નથી.ભારતમાં તેને ગંભીરતાથી લેવામાં આવે છે. ડેનિયલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2010 માં શરૂ કરી હતી.

ડેનિયલ અને જોજ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંને તેમની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

ડેનિયલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરમાં કપલ એકબીજાને ચુંબન કરી રહ્યા છે અને ડેનિયલ તેના ચાહકોને એન્ગેજમેન્ટ રીંગ બતાવી રહી છે. ડેનિયલે કેપ્શનમાં લખ્યું છે કે માઇન ફોર એવર.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.