
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ સમાપ્ત થઇ ચૂકી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં શુભમન ગિલે શાનદાર સદી લગાવીને ખૂબ ચર્ચા મેળવી છે. શુભમન ગિલની સદીના વખાણ દરેક કરી રહ્યું છે. વખાણોના આ સિલસિલા વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શુભમન ગિલની વાહ-વાહી થઇ રહી છે. શુભમન ગિલની આ ઇનિંગને જોયા બાદ પૂર્વ સ્પિનર દાનિશ કનેરીયાએ કહ્યું કે, શુભમન ગિલે આ ઇનિંગથી સાબિત કર્યું છે કે તે T20માં પણ એક ક્લાસ ખેલાડી છે.
દાનિશ કનેરીયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, શુભમન ગિલ જાણતો હતો કે આ કરો યા મરોવાળી સ્થિતિ છે. તે જાણતો હતો કે જો તે પ્રદર્શન કરતો નથી તો આગામી T20 ઇન્ટરનેશનલ માટે તેના નામ પર વિચાર નહીં કરવામાં આવે, પરંતુ તેને સાબિત કરી દીધું કે તે T20 ઇન્ટરનેશનલમાં પણ એક ક્લાસ ખેલાડી છે. તેણે આગળ કહ્યું કે, શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગ સાથે પોતાના બધા ટીકાકારોને જવાબ આપ્યો છે.
તેમાં કોઇ શંકા નથી કે, તેણે માત્ર 6 T20 મેચ રમી છે. એમ લાગી રહ્યું હતું કે, પહેલી 5 ઇનિંગમાં તે T20 ખેલાડી નહોતો, પરંતુ આજે તેણે ક્લાસ સાથે બેટિંગ કરી અને ઉચિત ક્રિકેટ શોટ લગાવ્યા. તે શરૂઆતમાં સંઘર્ષ કરે છે, પરંતુ એક વખત સેટ થઇ ગયા બાદ બૉલ તેના બેટ વચ્ચે આવે છે અને મેદાન બહાર જાય છે. શુભમન ગિલે ત્રીજી મેચમાં નોટઆઉટ 126 રનોની આ ઇનિંગમાં કુલ 12 ફોર અને 7 સિક્સ લગાવ્યા. શરૂઆતમાં શુભમન ગિલ મોટા શોટ્સ ન રમ્યો, પરંતુ એક વખત સેટ થયા બાદ તેણે સતત બૉલને બાઉન્ડ્રી બહાર મોકલ્યા.
દાનિશ કનેરીયાએ કહ્યું કે, T20 માત્ર સિક્સ મારવા અને એક્સપરિમેન્ટ શોટ્સ લગાવવા બાબતે નથી. તમે ક્રિકેટ શૉટ રમી શકો છો અને સદી બનાવી શકો છો. બોલરોને ખબર નહોતી કે તેમણે ક્યાં બોલિંગ કરવાની છે. તેનું શૉટ સિલેક્શન શાનદાર હતું. મને લાગે છે કે તે શાનદાર ઇનિંગ હતી, જેણે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 234 રન બનાવ્યા હતા, 235 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 66 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સીરિઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp