‘તે ટીમમાં રહેવા લાયક નથી..’, આ ભારતીય ખેલાડીને લઈને પાકિસ્તાનીનું નિવેદન

PC: youtube.com

એશિયા કપ 2023 માટે થોડા દિવસ અગાઉ ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. 17 સભ્યોની ટીમમાં ડાબા હાથના બેટ્સમેન તિલક વર્માની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ હતી. તો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને ડાબા હાથના ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. અજીત અગરકરની આગેવાનીમાં સિલેક્ટર્સે સૌથી ચોંકાવનારો નિર્ણય યુઝવેન્દ્ર ચહલને લઈને કર્યો હતો. આ  લેગ સ્પિનરને ભારતીય ટીમમાં જગ્યા મળી શકી નહોતી.

ચહલના ટીમમાં ન હોવા પર ખૂબ સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ પોતાના વિચાર રાખ્યા છે. તેણે કહ્યું કે, ચહલે એટલું સારું પ્રદર્શન કર્યું નથી, જેથી સ્ક્વોડમાં તેને જગ્યા મળી શકે. યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમમાં રહેવા લાયક નથી. તેમના પ્રદર્શનમાં નિરંતરતા નથી. બીજી તરફ કુલદીપ યાદવે નિયમિત રૂપે વિકેટ લીધી છે અને તે વચ્ચેની ઓવરોમાં પ્રભાવી થઈ શકે છે. કુલદીપ યાદવમાં ખૂબ આત્મવિશ્વાસ આવી ચૂક્યો છે. સિલેક્ટર્સે ચહલની જગ્યાએ કુલદીપને પસંદ કરીને યોગ્ય પગલું ઉઠાવ્યું છે.’

ચહલને લઈને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અગરકરે કહ્યું હતું કે, ચહલે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારે ક્યારેક ક્યારેક ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે છે. અક્ષર પટેલ બેટિંગ પણ કરી શકે છે અને કુલદીપ યાદવે જાહેર રીતે શાનદાર પ્રદર્શન કર્યું છે. બે કલાઇના સ્પિનરોને ફિટ કરવું વાસ્તવમાં મુશ્કેલ હતું, આ જ કારણ છે કે અમે કુલદીપ સાથે ગયા છીએ.

ચહલે IPL 2023 દરમિયાન શાનદાર પ્રદર્શન કરતા 14 મેચોમાં 20.57ની એવરેજ અને 8.17ની ઈકોનોમી રેટથી 21 વિકેટ લીધી હતી. જોવા જઈએ તો તેણે વર્ષ 2021થી લઈને અત્યાર સુધી 18 વન-ડે ઇન્ટરનેશનલમાં 26.62ની એવરેજથી 29 વિકેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શન છતા એશિયા કપની ટીમમાં ચહલને પસંદ ન કરવામાં આવ્યો. આમ કુલદીપ પણ શાનદાર ફોર્મમાં છે. કુલદીપે વર્ષ 2022થી લઈને અત્યાર સુધી વન-ડે ઇન્ટરનેશનલમાં 3 વિકેટ લીધી છે.

એશિયા કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન),  વિરાટ કોહલી, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ વિકેટકીપર).

એશિયા કપનું શેડ્યૂલ:

30 ઑગસ્ટ: પાકિસ્તાન વર્સિસ નેપાળ, મુલ્તાન.

31 ઑગસ્ટ: બાંગ્લાદેશ વર્સિસ શ્રીલંકા: કેન્ડી.

2 સપ્ટેમ્બર: ભારત વર્સિસ પાકિસ્તાન, કેન્ડી.

3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વર્સિસ અફઘાનિસ્તાન, લાહોર.

4 સપ્ટેમ્બર: ભારત વર્સિસ નેપાળ, કેન્ડી.

5 સપ્ટેમ્બર: શ્રીલંકા વર્સિસ અફઘાનિસ્તાન: લાહોર.

6 સપ્ટેમ્બર A1 વર્સિસ B2, લાહોર.

9 સપ્ટેમ્બર: B1 વર્સિસ B2, કોલમ્બો (શ્રીલંકા વર્સિસ બાંગ્લાદેશ થઈ શકે છે)

10 સપ્ટેમ્બર A1 વર્સિસ A2 કોલમ્બો (ભારત વર્સિસ પાકિસ્તાન થઈ શકે છે.

12 સપ્ટેમ્બર: A2 વર્સિસ B1, કોલમ્બો

14 સપ્ટેમ્બર A1 વર્સિસ B1, કોલમ્બો.

15 સપ્ટેમ્બર A2 વર્સિસ B2, કોલમ્બો

17 સપ્ટેમ્બર: ફાઇનલ, કોલમ્બો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp