‘ભારત પાસેથી કંઇક શીખો’, NZની સીરિઝ વચ્ચે બાબર આઝમ પર ગુસ્સે થયો પૂર્વ ખેલાડી

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને વન-ડે સીરિઝમાં હરાવી  દીધી છે અને હવે તેની નજર સીરિઝ પર ક્લીન સ્વીપ કરવાની છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી તો પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયાએ આ સીરિઝના બહાને પોતાની ટીમના કેપ્ટન બાબર આઝમ પર નિશાનો સાધી દીધો કેમ કે હાલમાં જ ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાની ટીમને તેના ઘર આંગણે જ હરાવી દીધી હતી. દાનિશ કનેરીયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર પાકિસ્તાની ટીમની ખૂબ નિંદા કરી છે અને બેટિંગ યુનિટ પર ગુસ્સો કાઢ્યો છે.

દાનિશ કનેરીયાએ કહ્યું કે, જો પાકિસ્તાનની વન-ડે પ્રદર્શનની જ વાત કરીએ તો શું કોઇએ ખૂબ સારું પ્રદર્શન કર્યું? શું કોઇ મેચ જીતાડી રહ્યું હતું? આપણે તો આપણી જ પીચો પર જ હારી રહ્યા છીએ. પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરીયાએ ભારતીય ટીમના વખાણ કર્યા અને કહ્યું કે, ભારતે પોતાના હોમ કન્ડિશનનો સારો ફાયદો ઉઠાવ્યો છે. ત્રીજી વન-ડે મેચને લઇને દાનિશ કનેરીયાએ કહ્યું કે, ભારતીય ટીમ પાસે ચાન્સ છે કે તે છેલ્લી મેચમાં પોતાની બેન્ચ સટ્રેન્થને જોઇ શકે, જેથી આગળની તૈયારીઓ પર જોર આપી શકાય.

તેમણે આગળ કહ્યું કે, પાકિસ્તાનમાં એમ થતું નથી કેમ કે, અહીં દરેક પોતાની બાબતે વિચારી રહ્યું છે અને ટીમને કોઇ ફાયદો થઇ રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘર આંગણે સારું પ્રદર્શન કરી શકી નથી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ પાકિસ્તાનને તેના ઘર આંગણે જઇને જ વન-ડે, T20 અને ટેસ્ટ સીરિઝમાં તેને હરાવી. પહેલા તેને ઓસ્ટ્રેલિયન ટીમ સામે હાર મળી અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 3-0થી હાર મળી અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ તે જીતી ન શકી.

આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ ચીફ રમીઝ રાજાએ કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત પાસે શીખવું જોઇએ કે પોતાના ઘરમાં બીજી ટીમોને કેવી રીતે હરાવાય છે. તેમના મુજબ ભારત પોતાના હોમ ગ્રાઉન્ડમાં પૂરી રીતે ડોમિનેટ કરે છે. એક રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષમાં 24માંથી 22 સીરિઝ જીતી છે. જ્યારે 2 બરાબરની રહી એટલે કે ભારતીય ટીમે એક પણ સીરિઝ ગુમાવી નથી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.