ભારત પ્રવાસ પર આવવા પહેલા પઠાણ બન્યો ડેવિડ વોર્નર, વીડિયો વાયરલ

PC: jagran.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરીમાં ટેસ્ટ સીરિઝનું એલાન થઇ રહ્યું છે. 9મી ફેબ્રુઆરીથી બન્ને ટીમો વચ્ચે 4 ટેસ્ટની સીરીઝ રમાવા જઇ રહી છે. આ પ્રવાસ શરૂ થવા પહેલા જ સ્ટાર ઓપનર ક્રિકેટર ડેવિડ વોર્નર ભારતના રંગમાં રંગવા લાગ્યો છે. ડેવિડ વોર્નરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પઠાણ બની ગયો છે.

ડેવિડ વોર્નર ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાનો રસપ્રદ વીડિયો શેર કર્યા કરે છે. હવે તેમણે પઠાણના ગીતને લઇને વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં શાહરૂખ ખાનના કેરેક્ટરની જગ્યા પર તેનો ફેસ લાગાવ્યો છે અને તે દીપિકા પદુકોણ સાથે રોમાન્સ કરી રહ્યો છે.

ડેવિડ વોર્નરનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. ડેવિડ વોર્નર તેનાથી પહેલા પણ પોતાના વીડિયોઝમાં સાઉથ અને બોલીવુડ ફિલ્મોનો તડકો લગાવવા આવ્યો છે. એ જ કારણ છે કે, ડેવિડ વોર્નરની ભારતના સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેન ફોલોઇંગ છે.

 
 
 
View this post on Instagram

A post shared by David Warner (@davidwarner31)

જો ભારત પ્રવાસની વાત કરીએ તો ડેવિડ વોર્નર પર દરેક જણની નજર છે. ઘરેલુ ક્રિકેટમાં સતત રમવાના કારણે ડેવિડ વોર્નર ઘણો થાકી ગયો છે, જેનો તેણે ઉલ્લેખ કર્યો છે. જોકે, તેને આશા છે કે, તે ભારત પ્રવાસ માટે ફિટ અને તૈયાર હશે.

ઓસ્ટ્રેલિયનો ખેલાડી ભારત ફક્ત ટેસ્ટ સીરિઝ રમવા માટે જ નથી આવ્યો, પણ તે વનડે સીરિઝ પણ રમવાનો છે. સાથે જ એપ્રિલ અને મે મહિનામાં IPL પણ રમવા જઇ રહ્યો છે, એવામાં IPLમાં હિસ્સો લેનારા કેટલાક ખેલાડીઓ લાંબા સમય માટે અહીં રોકાઇ શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે ફેબ્રુઆરીમાં ચાર ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ હિસ્સો છે. ભારત પ્રવાસના પહેલા જ ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વોર્નરે ટીમના ભારતના આગામી ટેસ્ટ મેચ પ્રવાસ પહેલા થાક લાગવાનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે, તે ઘરે વ્યસ્ત કાર્યક્રમથી ઉભરવા માટે સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એવોર્ડ સમારોહથી ચૂકી શકે છે.

ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝ

પહેલી ટેસ્ટ – 9થી 13 ફેબ્રુઆરી, નાગપુર

બીજી ટેસ્ટ – 17થી 21 ફેબ્રુઆરી, દિલ્હી

ત્રીજી ટેસ્ટ – 1થી 5 માર્ચ, ધર્મશાલા

ચોથી ટેસ્ટ – 9થી 13 માર્ચ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp