રિષભ પંતની જગ્યાએ આ ખેલાડી કરશે કેપ્ટન્સી, શું હવે જાગશે DCનું નસીબ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ (DC)એ અત્યાર સુધી રિષભ પંતના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. દિલ્હી કેપિટલ્સ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મુજબ, રિષભ પંતની જગ્યાએ ડેવિડ વોર્નર કેપ્ટન્સી કરતો નજરે પડશે છે. તો અક્ષર પટેલ વાઇસ કેપ્ટન રહેશે. 36 વર્ષીય ડેવિડ વોર્નર પાસે IPLમાં કેપ્ટન્સી કરવાનો લાંબો અનુભવ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફ્રેન્ચાઇઝી પોતાની પહેલી ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરી શકે છે કે નહીં.

ડેવિડ વોર્નરની કેપ્ટન્સીમાં વર્ષ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને હરાવીને ટ્રોફી જીતી હતી. જો કે, સમય બદલાયો અને તેને તેની ફ્રેન્ચાઇઝીએ બહારનો રસ્તો દેખાડ્યો. ખેર, IPL જીતવાની બાબતે તે IPL ઇતિહાસમાં સંયુક્ત રૂપે પાંચમો સફળ કેપ્ટન છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, સ્ટાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર 2023ની સીઝન માટે દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટન્સી કરશે.

તેણે અત્યાર સુધી 35 મેચમાં જીત હાંસલ કરી છે. તેણે કેપ્ટન તરીકે 32 મેચ ગુમાવી અને 2 મેચ ટાઈ રહી. ડેવિડ વોર્નર શાનદાર કેપ્ટન છે, તો ટીમમાં ઘણા મેચ વિનર ખેલાડી છે. એવામાં દિલ્હી કેપિટલ્સ પોતાની પહેલી ટ્રોફી જીતી શકે છે. આ સીઝનમાં દિલ્હી પોતાના અભિયાનની શરૂઆત 1 એપ્રિલના રોજ લખનૌના ભારત રતન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે IPL ભારતમાં 12 સ્થળો પર થશે અને વર્ષ 2019ની સીઝન બાદ પહેલી વખત પોતાના મૂળ હોમ એન્ડ અવે ફોર્મેટમાં પાછી આવશે.

IPLની છેલ્લી 3 સીઝન અથવા તો યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં સ્થળાંતરીત કરી દેવામાં આવી હતી કે કોરોના અને લોજિસ્ટિક કારણોથી ભારતના કેટલાક પસંદગીના સ્થળો પર રમાડવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે કોરોનાનો ડર ઓછો થઈ ગયો છે તો ખેલાડીઓને પોતાના ઘરેલુ દર્શકો સામે રમવાનો ચાંસ મળશે. IPL 2023ની શરૂઆત 31 માર્ચથી થશે, જેમાં પહેલી મેચ હાલની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (GT) અને 4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. રિષભ પંત ગયા વર્ષના અંતમાં એક રોડ અકસ્માતનો શિકાર થઈ ગયો હતો. આ કારણે તે નિશ્ચિત સમય માટે ક્રિકેટથી બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp