વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ કરી જાહેરાત, જાણો ક્યારે રમશે છેલ્લી મેચ

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે પોતાના ટેસ્ટ કરિયરને અલવિદા કહેવાનું વિચાર વિમર્શ કરી લીધું છે. ડાબા હાથના ઑપનર બેટ્સમેને આ સંદર્ભે કહ્યું કે, તે આગામી વર્ષની શરૂઆતમાં શરૂ થનારી સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ કરિયરને અલવિદા કહી દેશે. જો કે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ આયોજિત થશે, જે ડેવિડ વોર્નર માટે અંતિમ મેચ સાબિત થશે.
ડેવિડ વોર્નર હાલમાં ઈંગ્લેંડમાં છે, જ્યાં સૌથી પહેલા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલમાં ભારતીય ટીમ વિરુદ્ધ હિસ્સો લેશે, તો ત્યારબાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશેજ સીરિઝ પણ રમતો નજર પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અગાઉ તેણે પોતાના ટેસ્ટ કરિયરને લઈને સંક્ષિપ્તમાં કહ્યું કે, હું પહેલા પણ કહેતો રહ્યો છું કે વર્લ્ડ કપ (T20 વર્લ્ડ કપ 2024)માં મારી અંતિમ ઇન્ટરનેશનલ મેચ હશે. હું કદાચ તેનો શ્રેય પોતાને અને પોતાના પરિવારને આપું છું.
તેણે આગળ કહ્યું કે, જો હું આ સીરિઝમાં રન બનાવું છું અને ઓસ્ટ્રેલિયા જઈને મને ચાંસ મળે છે તો એમ કહી શકું છું કે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝમાં હિસ્સો નહીં લઉં. જો હું અહીથી નીકળીને પાકિસ્તાન વિરુદ્ધ થનારી સીરિઝમાં જગ્યા બનાવું છું તો એ સીરિઝ મારી અંતિમ હશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર 3 ટેસ્ટ મેચ રમવાની છે, જેની અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે અને ડેવિડ વોર્નર એ જ મેચમાં પોતાની અંતિમ મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ડેવિડ વોર્નરે વન-ડે વર્લ્ડ કપ 2023માં અંતિમ મેચ રમવાનું નિવેદન પહેલા જ આપી દીધું હતું, જ્યારે ટેસ્ટ ક્રિકેટને લઈને પણ તેણે પોતાની ઈચ્છા જાહેર કરી દીધી છે. જો કે, તેનું લક્ષ્ય T20 વર્લ્ડ કપ 2024 છે જેને લઈને તેણે કહ્યું કે, હું એ 2024 વર્લ્ડ કપ રમવા માગું છું. આ લક્ષ્ય એવું છે જે મારા મનમાં છે. એ અગાઉ રમવા માટે મારી પાસે ઘણી ક્રિકેટ છે. તો મને સ્પષ્ટ રૂપે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), કેટલીક અન્ય ફ્રેન્ચાઇઝ લીગોમાં રમવું પડશે અને પછી જૂનમાં આ ટૂર્નામેન્ટમાં જઈને રમવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp