નવીન-ઉલ હકે પાછું બળતામાં ઘી હોમવાનું કામ કર્યું, ગંભીરે પણ કરી કમેન્ટ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાયેલી મેચ સમાપ્ત થવાના થોડા દિવસ બાદ પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા ઝઘડાની ચર્ચા ચાલી રહી છે. ઘણા પૂર્વ ક્રિકેટર આ બાબતે પોત પોતાના વિચાર જણાવી ચૂક્યા છે. એવા સમાચાર છે કે વિરાટ કોહલીએ આ મુદ્દા પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સફાઇ આપી છે. આ દરમિયાન નવીન ઉલ હકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગૌતમ ગંભીર સાથે એક તસવીર શેર કરી છે.
આ તસવીરના કેપ્શન સાથે તેણે જે કેપ્શન લખ્યું છે જે ખૂબ ચર્ચા મેળવી રહ્યું છે. તેણે લખ્યું કે, ‘લોકો સાથે એવો જ વ્યવહાર કરો, જેવું તમે ઈચ્છો છો. લોકો સાથે એવી જ રીતે વાત કરો, જેમ તમે ઈચ્છો કે તમારી સાથે વાત કરવામાં આવે.’ કહેવામાં આવી રહ્યું છે કે, નવીન ઉલ હકે પોતાના કેપ્શનમાં વિરાટ કોહલી પર નિશાનો સાધ્યો છે. તો ગૌતમ ગંભીરે પણ નવીન ઉલ હકની આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે નવીન ઉલ હકના કારઅને આ ઝઘડો શરૂ થયો હતો. વિરાટ કોહલી મેદાન પર મોહમ્મદ સિરાજને નવીન ઉલ હકને બાઉન્સરથી પરેશાન કરવા કહી રહ્યો હતો. અત્યારે આ અફઘાની ખેલાડી આવીને વિરાટ કોહલી સાથે ઝઘડો કરવા લાગ્યો. ત્યારબાદ આ વિવાદે વિકરાળ સ્વરૂપ લઈ લીધું.
નવીન ઉલ હકની આ પોસ્ટ પર ગૌતમ ગંભીરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘જેવા છો તેવા જ રહો, ક્યારેય ન બદલાઓ.’ મેચ દરમિયાન થયેલા વિવાદ બાદ BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર સહિત નવીન ઉલ હકને દંડ ફટકાર્યો હતો. ત્રણેય પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આચાર સંહિતાના અનુચ્છેદ 2.21નું ઉલ્લંઘન કરવા માટે મેચ ફીસનો 100 ટકા દંડ લગાવ્યો હતો. તો મીડિયા રિપોર્ટ મુજબ, BCCI દ્વારા 100 ટકા દંડ લગાવવાથી વિરાટ કોહલી ખુશ નથી અને તેણે એક ચિઠ્ઠી લખીને BCCI અધિકારીઓ સામે પોતાનો પક્ષ રાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેણે એવું કશું જ કહ્યું નથી, જેથી નિયમનું ઉલ્લંઘન થયું હોય.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટને BCCIના કેટલાક અધિકારીઓને ચિઠ્ઠી લખીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ 100 ટકા મેચ ફીસનો દંડ લગાવ્યા બાદ અધિકારીઓ પાસે નિરાશા વ્યક્ત કરી છે. કોહલીએ કથિત રૂપે કહ્યું કે, તેણે ઝઘડા દરમિયાન નવીન ઉલ હક કે ગૌતમ ગંભીરને કશું જ કહ્યું નથી, જેથી BCCI પાસેથી આ પ્રકારની સજા મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp