રિષભ પંતે જણાવ્યું-ઝોકું આવવાથી નહીં આ કારણે થયો હતો અકસ્માત

PC: khabarchhe.com

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષભ પંતના કાર અકસ્માતને લઇને હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસો પોતે રિષભ પંતે કર્યો છે. અકસ્માત બાદ જ્યારે રિષભ પંતને રુડકીની સક્ષમ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો તો રિષભ પંતે જણાવ્યું હતું કે, ઝોકું આવી જવાના કારણે ગાડી ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી. રુડકી બાદ રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો. અહીં રિષભ પંતને મળવા દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની ટીમ પણ પહોંચી છે.

આ દરમિયાન  રિષભ પંતે DDCAના ડિરેક્ટર શ્યામ શર્માને મળીને નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ ન્યૂઝ એજન્સીને આ જાણકારી આપી છે. શ્યામ શર્મા જ્યારે હાલચાલ જાણવા માટે રિષભ પંતને મળવા પહોંચ્યા તો તેમણે અકસ્માત કઇ રીતે થયો? તેની બાબતે પણ વાત કરી. તેના પર રિષભ પંતે ખુલાસો કરતા કહ્યું કે, ખાડો સામે આવી ગયો હતો. તેને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત થયો છે. શ્યામ શર્માને એજન્સી દ્વારા પૂછવામાં આવ્યું કે, અકસ્માતનું શું કારણ બતાવ્યું?

તેના પર DDCAના ડિરેક્ટરે એજન્સીને જણાવ્યું કે, રાત્રીનો સમય હતો. તો કંઇક ખાડા જેવું આવી ગયું હતું, તેને બચાવવાના ચક્કરમાં થયું. શ્યામ શર્માએ જણાવ્યું કે, રિષભ પંતને હાલમાં એરલિફ્ટ કરવાની જરૂરિયાત નથી. તેને હાલમાં દિલ્હી પણ શિફ્ટ કરવામાં નહીં આવે. લીગમેન્ટ ટ્રીટમેન્ટ માટે જો રિષભ પંતને લંડન જઇ જવો પડ્યો તો તેનો નિર્ણય BCCI કરશે. રિષભ પંતને ક્યાંક પણ શિફ્ટ કરવાનો નિર્ણય BCCI કરશે, રિષભ પંતને થોડો દુઃખાવો છે, પરંતુ તે અત્યારે પણ હસી રહ્યો છે. BCCI બધા ડૉક્ટર્સના ટચમાં છે.

તો DDCAના સંયુક્ત સચિવ રાજન મનચંદ્રાએ જણાવ્યું કે, રિષભ પંતની જે અત્યાર સુધીનો રિપોર્ટ આવ્યો છે, એ હિસાબે તેને ગંભીર ઇજા થઇ નથી. અમને આશા છે કે 2 મહિનામાં રિષભ પંત ગ્રાઉન્ડ પર હશે. DDCAના ડિરેક્ટર શ્યામ શર્મા રિષભ પંતને મળવા દેહરાદૂન પહોંચી ચૂક્યા છે અને BCCI રિષભ પંતની બેસ્ટ સારવાર કરાવી રહ્યું છે.

રિષભ પંતને બાંગ્લાદેશ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં ઇજા થવાના કારણે તેને શ્રીલંકા વિરુદ્ધની આગામી સીરિઝ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરાયો નહોતો. ત્યારબાદ તે પોતાની કારથી રુડકી જઇ રહ્યો હતો. આ દરમિયાન આ અકસ્માત થઇ ગયો. પંત કારમાં એકલો જ હતો અને પોતે જ કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ પંતે જણાવ્યું હતું કે, તેને ઝોકું આવી ગયું અને કાર ડિવાઇડર સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. તે વિન્ડ સ્કીન તોડીને બહાર આવ્યો. ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp