26th January selfie contest

જાણો કોણ છે ભારત માટે ડેબ્યૂ કરનારો કોના શ્રીકર ભરત?

PC: twitter.com

ભારતીય વિકેટકીપટ બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષના અંતમાં રોડ અકસ્માતમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં વિકેટકીપરની પસંદગીની ગંભીર સમસ્યા ઊભી થઇ ગઇ છે. ગુરુવારે એટલે કે આજે શરૂ થયેલી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ અગાઉ સુધી એ વાતની પુષ્ટિ ન થઇ શકી કે પ્લેઇંગ ઇલેવનમાં રિષભ પંતની જગ્યા કોને મળશે, પરંતુ અંતે આંધ્ર પ્રદેશના 29 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન કોણઆ શ્રીકર ભરતને ડેબ્યૂ કરવાનો ચાંસ મળી ગયો.

શ્રીકર ભરત ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનારો 305મો ખેલાડી બની ગયો છે. શ્રીકર ભરતને ભારતીય ટીમની નવી દીવાલ કહેવાતા ચેતેશ્વર પૂજારા દ્વારા નાગપુરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચની શરૂઆત અગાઉ ટેસ્ટ કેપ સોંપવામાં આવી હતી. શ્રીકર ભરત રિષભ પંતના ટીમમાં રહેતા પણ ટેસ્ટ ટીમ સાથે લાંબા સમયથી રિઝર્વ વિકેટકીપર તરીકે સામેલ થતો રહ્યો છે. એવામાં લાંબી રાહ જોયા બાદ તેને ટેસ્ટ ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાનો ચાંસ મળી ગયો છે. ડેબ્યૂ કેપ મળ્યા બાદ શ્રીકર ભરત પોતાની માતાને ભેટી પડ્યો હતો. જેની તસવીર પણ સામે આવી છે.

ઘરેલુ ક્રિકેટમાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારા શ્રીકર ભરતે વર્ષ 2013માં કેરળ વિરુદ્ધ પ્રથમ શ્રેણી ડેબ્યૂ કર્યું હતું. 10 વર્ષ લાંબા ઘરેલુ ક્રિકેટ કરિયરમાં શ્રીકર ભરત અત્યાર સુધી 86 મેચ રમી ચૂક્યો છે. જેની 135 ઇનિંગમાં તેણે 37.95ની એવરેજથી 4,707 રન બનાવ્યા છે. જેમા તેના નામે 9 સદી અને 27 અડધી સદી સામેલ છે. રણજી ટ્રોફીમાં તેના નામે ત્રિપલ સેન્ચુરી પણ નોંધાઇ ચૂકી છે. 308 રનનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ ઇનિંગ તેણે વર્ષ 2014-15ની રણજી ટ્રોફીમાં ગોવા વિરુદ્ધ રમી હતી. 308 રનની ઇનિંગ દરમિયાન શ્રીકર ભરતે માત્ર 311 બૉલનો સામનો કર્યો હતો.

આ મેચમાં તેણે વિકેટ પાછળ પણ ધમાલ મચાવી હતી અને 8 કેચ પકડ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુર ટેસ્ટમાં કોના શ્રીકર ભરતને ઇશાન કિશન પર વરિષ્ઠતા તેની વિકેટકીપિંગની ટેક્નિકના કારણે આપવામાં આવી છે. તે એક શાનદાર વિકેટકીપર છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં શ્રીકર ભરત 300 કરતા વધુ શિકાર વિકેટ પાછળ કરી ચૂક્યો છે. તેના નામે 296 કેચ અને 35 સ્ટમ્પિંગ નોંધાયેલ છે.

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), પીટર હેન્ડ્સકોમ્બ, માર્નસ લાબુશેન, નાથન લાયન, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp