રોહિત શર્મા પર નિર્ણય!T20ની કેપ્ટન્સી છીનવાઈ ગઈ સમજો,ODIમાં આને સુકાન સોંપી શકાય

ભારતીય ક્રિકેટ હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓની જગ્યાએ ધીમે ધીમે યુવાનો આવી રહ્યા છે અને પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. પસંદગીકારોએ એવા ખેલાડીઓને તક આપી હતી જેમણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને લગભગ દરેક ખેલાડીએ તકનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. 2022ના ICC T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાની T20 ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે અને માનવામાં આવે છે કે રોહિત શર્માએ આ ફોર્મેટ છોડી દીધું છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન બુધવારે T20 ટીમની પસંદગી કરવામાં આવી હતી. નવા મુખ્ય પસંદગીકારે કાર્યભાર સંભાળ્યાના એક દિવસ બાદ જ ટીમની જાહેરાત કરી હતી. આમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ લેવામાં આવ્યું નથી જ્યારે ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ ખાસ કરીને T20 ફોર્મેટમાં હવે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી ચૂકેલા હાર્દિક પંડ્યાને પસંદગીકારોએ T20 ટીમની કમાન સોંપી છે. તે છેલ્લી ચાર શ્રેણીમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં આયોજિત ICC T20 વર્લ્ડ કપ બાદથી રોહિત શર્માને T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. પસંદગીકારોના આ પગલાથી સ્પષ્ટ છે કે, તેઓ હવે તેને આ ફોર્મેટમાં કેપ્ટનશીપની જવાબદારી આપવાના નથી. ટીમમાં તેના નામનો સતત સમાવેશ ના થવો એ સ્પષ્ટ સંકેત છે કે પસંદગીકારોએ રોહિત શર્માને છોડીને આગળ વધવાનો નિર્ણય લીધો છે.

વિરાટ કોહલીના T20 કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને આ ફોર્મેટમાં કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ICC વર્લ્ડ કપ 2021માં શરમજનક હાર પછી ટીમ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થવા મજબુર થઇ હતી. 2022માં, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ ઇંગ્લેન્ડની સામે 10 વિકેટથી શરમજનક હાર મળી હતી. આ મેચ પછી ન તો રોહિત T20 ફોર્મેટમાં રમવા આવ્યો અને ન તો તે કેપ્ટન્સી કરતો જોવા મળ્યો.

સતત એક પછી એક શ્રેણીમાં પસંદગીકારો દ્વારા રોહિત શર્માને T20 ટીમની બહાર રાખવો એ સ્પષ્ટ સંકેત છે કે, હવે તેઓ તેને 2024 T20 વર્લ્ડ કપમાં પણ તક ન આપવાનું વિચારી રહ્યા છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં જ ભારતીય ટીમ આગામી T20 વર્લ્ડ કપ રમશે. નવા ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ આ મામલે પારદર્શિતા જાળવશે. આશા છે કે, આ બાબતે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

About The Author

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.