દીપક ચહરની બહેન માલતી ચહરે ખુલાસો કર્યો, CSK પાસેથી હરાજીના '14 કરોડ' મળ્યા નથી
દીપક ચહરની બહેન માલતી ચહરે ખુલાસો કર્યો છે કે તેને IPLની હરાજી માટે CSK પાસેથી હજુ સુધી 14 કરોડ રૂપિયા મળ્યા નથી, હકીકતમાં, એક મીડિયા યુટ્યુબ ચેનલ પર માલતી ચહરે વાત કરતી વખતે આ વાતનો ખુલાસો કર્યો છે. માલતીએ કહ્યું કે, દીપકને તે 14 કરોડ મળ્યા નથી, સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણા મીમ્સ બનાવવામાં આવે છે, પરંતુ હું કહેવા માંગુ છું કે, તેને તે 14 કરોડ મળ્યા નથી. આ અંગે માલતીએ કહ્યું, 'ખરેખર, જ્યારે IPL કોન્ટ્રાક્ટ પ્લેયર્સ ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તેમને તેમના પૈસા વીમા દ્વારા મળે છે. કારણ કે તેનું પ્રીમિયમ BCCI ચૂકવે છે. તે પ્રક્રિયામાં કંઈક ગડબડ થઇ ગઈ હતી. આવી સ્થિતિમાં તે 14 કરોડ હજુ સુધી આવ્યા નથી.'
દીપકની બહેને વધુમાં કહ્યું કે, અમને તે પૈસા મળશે, એવું નથી કે એ અમને નહીં મળે. પરંતુ દીપક તે 14 કરોડની રાહ જોઈ રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, IPL 2022ની મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયાની મોટી રકમ ખરીદીને દીપક ચહરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ કમનસીબે, દીપક IPL શરૂ થતા પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે આ બોલર IPLની તે સિઝનમાં રમી શક્યો ન હતો.
અહીં તમને જણાવી દઈએ કે, દીપક ચહરની બહેન માલતી ચહર સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. આ સમયે માલતી ચાહર તેના ભાઈ દીપક ચહર માટે ચર્ચામાં છે.
હવે IPL 2023માં દીપક ફિટ છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે અને તેણે પોતાના પ્રદર્શનથી પોતાને સાબિત પણ કરી દીધો છે. દીપકે આ સિઝનમાં 7 મેચમાં 7 વિકેટ લીધી છે.
દીપક ચહરની બહેન માલતીએ પણ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તે ધોનીને પહેલીવાર મળી ત્યારે તેને સકારાત્મક વિચારસરણીનો અહેસાસ થયો. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે લોકોએ માલતીને પહેલીવાર જોઈ, ત્યારે તે મિસ્ટ્રી ગર્લ તરીકે ફેમસ થઈ ગઈ હતી. પરંતુ પાછળથી ચાહકોને ખબર પડી કે આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ દીપક ચહરની બહેન છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા દીપક ચહરે કોલકાતા નાઈટ રાઈડર્સના 4 બેટ્સમેનોને પોતાની 4 ઓવરના સ્પેલમાં 29 રન આપીને પેવેલિયન મોકલી દીધા હતા. માલતી ચહરે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને ખરાબ રીતે ટ્રોલ કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, 'ભાઈ લઇ રહ્યો છે KKRની... વિકેટ.' માલતીની આ ટિપ્પણીને લઈને ક્રિકેટ ચાહકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp