રણજી ટ્રોફીમાં કેર બન્યો આ ઓલરાઉન્ડર, 49 રન પર જ સમેટાઇ હિમાચલની ટીમ

PC: cricketaddictor.com

રણજી ટ્રોફી 2022-23 એલિટ ગ્રુપ Aમાં આજે એટલે જે 27 ડિસેમ્બરના રોજ ઉત્તરાખંડ વર્સિસ હિમાચલ પ્રદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ દેહરાદૂનના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હિમાચલ પ્રદેશના કેપ્ટન ઋષિ ધવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય કંઈ ખાસ સાબિત ન થયો. આ મેચમાં ઉત્તરાખંડના ફાસ્ટ બોલર દીપક ધપોલા વિરોધી ટીમ પર કેર બનીને તૂટી પડ્યો. તેની શાનદાર બોલિંગના કારણે હિમાચલ પ્રદેશની ટીમ ઘૂંટણીએ પડી ગઈ.

રણજી ટ્રોફીમાં ઉત્તરાખંડ વર્સિસ હિમાચલ પ્રદેશ વચ્હે મેચ રમાઈ રહી છે. આ એમચામાં 32 વર્ષીય બોલર દીપક ધપોલાએ પોતાના શાનદાર પ્રદર્શનથી બધા ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. તેણે હિમાચલના બેટ્સમેનોને પહેલી ઇનિંગના પહેલા સેશનમાં જ સમેટી દીધા. ઓલરાઉન્ડર ખેલાડીએ મેચમાં માત્ર 8.3 ઓવર ફેકી. આ દરમિયાન તેણે માત્ર 35 રન આપીને 8 ખેલાડીઓને આઉટ કરીને પોવેલિયન મોકલી દીધા. દીપક ધપોલાએ એકલાએ જ પોતાની ધારદાર બોલિંગથી વિપક્ષી ટીમને સમેટી દીધી.

રણજી ટ્રોફીમાં ઉત્તરાખંડ વર્સિસ હિમાચલ વચ્ચે મેચ રમાઈ રહી છે આ મેચમાં ઉત્તરાખંડે પહેલા બોલિંગ કરતા હિમાચલ પ્રદેશની આખી ટીમને માત્ર 49 રનના સ્કોર પર જ ઓલઆઉટ કરી દીધી. હિમાચલના એક સિવાય કોઈ પણ બેટ્સમેન ડબલ ડિજિટના આંકડા સુધી પહોંચી ન શક્યો. હિમાચલ પ્રદેશના 5 બેટ્સમેન તો ખાતું પણ ન ખોલી શક્ય. એ સિવાય 5 બેટ્સમેં ડબલ ડિજિટના આંકડા સુધી ન પહોંચી શક્યા.

માત્ર એક બેટ્સમેં રહ્યો જેણે 26 રન બનાવ્યા. ઉત્તરાખંડ તરફથી સૌથી વધુ વિકેટ દીપક ધપોલા (8 વિકેટ)એ લીધી. એ સિવાય 2 વિકેટ અભય નેગીને મળી. તો હિમાચાલ પ્રદેશની ટીમ માત્ર 16.3 ઓવર રમીને માત્ર 49 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. દીપક ધપોલાએ આ જ વર્ષે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ફેબ્રુઆરીમાં દીપક ધપોલા ઉત્તરાખંડ માટે 50 રણજી ટ્રોફી વિકેટ લેનારો પહેલો બોલર બન્યો હતો.

આ ઉપલબ્ધિ તેણે સર્વિસિસ વિરુદ્ધની મેચમાં હાંસલ કરી હતી. દીપક ધપોલાએ એ મેચમાં 5 વિકેટ લીધી હતી. જો કે આ પહેલી વખત નથી જ્યારે દીપક ધપોલાએ બૉલથી પોતાની જોરદાર અસર દેખાડી હોય. બિહાર વિરુદ્ધ  ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર દીપક ધપોલાએ પોતાની પહેલી મેચમાં જ 9 વિકેટ લીધી હતી, જેમાં પહેલી ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 3 વિકેટ સામેલ હતી. તેણે અત્યાર સુધી રમેલી 14 મેચમાં 61 વિકેટ લીધી છે, જેમાં 5 વખત 5 વિકેટ અને 2 વખત 10 કે તેનાથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp